________________
શ્રી વિજયરામચંદ્રસૂરિ મહારાજ
૪૭૫
વ્યવહારુ ઉપયોગી દૃષ્ટિથી જ વિચારતા લોકો સાથે આવા વિષયોમાં વૈચારિક સંઘર્ષ થાય અને તેના આઘાત-પ્રત્યાઘાત પડે એ સ્વાભાવિક છે. પોતાના જીવનકાળ દરમિયાન શ્રી રામચંદ્રસૂરિજી મહારાજે આવા ઘણા ઝંઝાવાતો જોયા હતા, અને તે દરેક પ્રસંગે તેઓ જરા પણ ચલાયમાન થયા નહોતા. પોતાના વિચારો અને પોતાના નિર્ણયમાં તેઓ હંમેશાં અડગ રહ્યા હતા. એમની આવી નીડરતાને કારણે એમને કેટલીક વાર સહન પણ કરવું પડતું, પરંતુ તે બધું તેઓ નિર્ભયતાથી સહન કરતા. એમનું ખૂન કરવાની ધમકીના પત્રો પણ એમના ઉપર ક્યારેક આવતા અને એથી એમના ગુરુમહારાજશ્રી પ્રેમવિજયજી રાત્રે ઉપાશ્રયમાં રામવિજયજીના સંથારાનું સ્થાન બદલાવી નાખતા. એમની વહોરવા માટેની ગોચરીમાં ઝે૨ ભેળવી દેવાશે એવી અફવાઓ પણ ઊડતી. એટલા માટે એમના એક શિષ્ય ચારિત્રવિજયજી ભક્તિભાવપૂર્વક સ્વેચ્છાએ પહેલાં પોતે ગોચરી વાપરી પછી જ એમને વાપરવા આપતા. રામવિજયજી મહારાજની યુવાન વયે આવી કેટલીક કનડગત થોડો સમય ચાલેલી.
શ્રી રામચંદ્રસૂરિ મહારાજે ગુજરાત અને રાજસ્થાન ઉપરાંત દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ, કલકત્તા, સમેતશિખર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક જેવા વિસ્તારોમાં સ્થળે સ્થળે વિહાર કરી પોતાની પ્રભાવક વાણીનો લાભ અનેક લોકોને આપ્યો હતો. અમદાવાદના પ્રેમાભાઈ હૉલમાં “રામાયણમાં સંસ્કૃતિનો આદર્શ' ઉપરનાં તેમનાં વ્યાખ્યાનો, પાવાપુરીમાં ભગવાન મહાવીર સ્વામીના જીવનચરિત્ર પરનાં વ્યાખ્યાનો, રાજગૃહીમાં આગમસૂત્ર ઉપરની વાચના અને વ્યાખ્યાનો વગેરેએ અનેક લોકોને આકર્ષિત કર્યા હતા. એમનાં વ્યાખ્યાન દરમિયાન કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વિષય ઉપર પ્રશ્ન પૂછવાની છૂટ રહેતી અને કેટલીય વાર તો આખું વ્યાખ્યાન પ્રશ્નોત્તરરૂપ બની જતું. તેઓ વ્યાખ્યાનમાં ક્યારેય માઈક વાપરતા નહિ. યુવાનવયે એમનો અવાજ બુલંદ હતો અને હજારોની મેદની તેમનું વ્યાખ્યાન શાંતિપૂર્વક સાંભળતી. વૃદ્ધાવસ્થામાં જીવનના અંત સુધી એમણે ક્યારેય વ્યાખ્યાન આપવાની બાબતમાં પ્રમાદ સેવ્યો નથી. અશક્તિ હોય, નાદુરસ્ત તબિયત હોય, તો પણ તેઓ પાટ ઉપર બિરાજમાન થઈ અચૂક વ્યાખ્યાન આપતા. છેલ્લાં વર્ષોમાં તો એમનો અવાજ બધા શ્રોતાઓ સુધી પહોંચતો નહિ, તો પણ શ્રોતાઓ સંપૂર્ણ શાંતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org