________________
પ્રભાવક સ્થવિરો
ઘણો ઊંડો અભ્યાસ એમણે કર્યો હતો. એમની જ્ઞાનની ભૂખ ઘણી મોટી હતી. તેઓ જન્મે જાટ કોમના હિન્દુ હતા. સંસ્કૃત ભાષાનું જ્ઞાન તેમને નાનપણથી જ વારસામાં મળ્યું હતું. સોળ વર્ષની વયે દીગ્રા લીધા પછી તેમણે પોતાના ગુરુ ઋષિ નાગરમલજી પાસે, ઋષિ અમરસિંહજી પાસે તથા શ્રીપૂજ (યતિ) રામલાલજી પાસે આગમ ગ્રંથો ઉપરાંત વ્યાકરણ, ન્યાય વગેરેનો પણ ઘણો સારો અભ્યાસ કર્યો. જેમ જેમ તેઓ વધુ ને વધુ અભ્યાસ કરતા ગયા તેમ તેમ શાસ્ત્રોમાં એવા એવા પાઠ એમના વાંચવામાં આવ્યા કે જે વિશે એમના મનનું સમાધાન કોઈ કરી શકતું નહિ. જિનપ્રતિમાની પૂજા કરવી કે નહિ તથા મુહપત્તિ મોઢે બાંધવી કે નહિ તે વિશે બુટેરાયજી અને એમના શિષ્ય મૂળચંદજીસ્વામીએ ઘણાની સાથે શાસ્ત્રચર્ચા કરી, પરંતુ તેમ છતાં મનનું સમાધાન ન થતાં તેઓ બંનેએ વિ. સં. ૧૯૦૩માં પંજાબમાં રામનગરમાં મુહપત્તિનો દોરો તોડી નાખ્યો. એથી સંઘમાં ઘણો ઊહાપોહ થયો હતો.
પોતાની શંકાઓના સમાધાન માટે બુટેરાયજી મહારાજે પોતાના બે શિષ્યો મૂળચંદજી અને વૃદ્ધિચંદ્રજી સાથે ગુજરાત બાજુ વિહાર કરવાનું નક્કી કર્યું. એક હજાર કરતાં વધુ માઈલનો એ કઠિન અને ઉગ્ર વિહાર હતો. રસ્તામાં યોગ્ય ગોચરી–પાણી પણ મળે નહિ, તેમ છતાં તેઓની લગની એટલી બધી તીવ્ર હતી કે બધાં કષ્ટો સહન કરીને પણ તેઓ અમદાવાદ આવી પહોંચ્યા. ત્યાં તેઓ પંન્યાસ શ્રી મણિવિજયજી દાદાને મળ્યા. તેમની સાથે સત્સંગ કર્યો, શાસ્ત્રચર્ચા કરી અને બધી શંકાઓનું સમાધાન મેળવ્યું. તેઓએ નિર્ણય કર્યો કે પ્રથમ શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવી અને પછી પં. મણિવિજયજી દાદા પાસે ફરીથી સંવેગી દીક્ષા લેવી. તેઓએ અમદાવાદથી વિહાર કરીને શત્રુંજયની યાત્રા કરી અને ચાતુર્માસ ભાવનગરમાં કર્યું. ત્યારપછી વિ. સં. ૧૯૧૨માં અમદાવાદમાં આવીને પૂ. મણિવિજયજી દાદા પાસે તેઓએ સંવેગી દીક્ષા લીધી. બુટેરાયજીનું નામ બુદ્ધિવિજયજી, મૂળચંદજીનું નામ મુક્તિવિજયજી અને વૃદ્ધિચંદ્રજીનું નામ વૃદ્ધિવિજયજી રાખવામાં આવ્યું. જોકે આ નવાં નામ કરતાં પોતાનાં જૂનાં નામથી જ તેઓ વધુ ઓળખાતા રહ્યા હતા.
ગુજરાતમાં એ સમયે સાચા ત્યાગી, સંવેગી સાધુઓની સંખ્યા ઘણી જ ઓછી થઈ ગઈ હતી. કઠિન સાધના-માર્ગ અને પ્રતિકૂળ સંજોગોને કારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org