________________
ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી
સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન અને પંજાબમાં મળીને પચીસથી ત્રીસ જેટલા જ સંવેગી સાધુઓ છૂટાછવાયા વિચરતા હતા. યતિ અને શ્રીપૂજની સંખ્યા ઉત્તરોત્તર વધતી જતી હતી અને મોટાં મોટાં નગરોમાં તેઓનું બળ ઘણું રહ્યું હતું. પંજાબથી આવેલા આ ત્રણ સ્થાનકવાસી સાધુ મહારાજે જેન સાધુસંસ્થામાં એક ક્રાંતિકારક પગલું ભર્યું હતું. તેને કારણે બુટેરાયજી મહારાજ સંવેગી મૂર્તિપૂજન સમુદાયની સંવેગી દીક્ષા ધારણ કર્યા પછી જ્યારે પંજાબ પાછા ફર્યા ત્યારે ત્યાં ઘણો ખળભળાટ મચી ગયો હતો. એમના પ્રભાવથી ત્યારપછી પંજાબના વતની અને જન્મ બ્રહ્મક્ષત્રિય એવા આત્મારામજી મહારાજ અને એમની સાથે પંદરથી વધુ સાધુઓ પણ પંજાબમાંથી વિહાર કરીને ગુજરાતમાં આવ્યા અને તેઓએ પણ સંવેગી દીક્ષા ધારણ કરી. આમ પંજાબી સાધુઓનો ગુજરાત ઉપર ઘણો મોટો ઉપકાર થયો. બુટેરાયજી, મૂળચંદજી અને વૃદ્ધિચંદ્રજી મહારાજના એ ઉપકારના કારણે આજે સંવેગી સાધુઓની સંખ્યા અઢી હજારથી વધુ થઈ ગઈ છે અને તે માટે ગુજરાત પંજાબી સાધુઓનું હંમેશા ઋણી રહેશે.
બુટેરાયજી મહારાજ પ્રખર શાસ્ત્રજ્ઞાતા હતા. મૂળચંદજી મહારાજ અનુશાસનના આગ્રહી હતા અને તેમની પાસે વ્યવસ્થાશક્તિ ઘણી સારી હતી. મૂળચંદજી મહારાજે જોયું કે સાધુ વગર શાસનનો ઉદ્ધાર નથી માટે જેમ બને તેમ વધુ દીક્ષા આપવી જોઇએ. એમનો પ્રભાવ પણ એવો મોટો હતો કે મળવા આવનાર યુવાનને એમની પાસેથી ખસવાનું મન ન થાય. દીક્ષાની શક્યતા જણાય ત્યાં તેઓ વિલંબ કરતા નહિ. જ્યાં દીક્ષાર્થીની સંમતિ હોય, પરંતુ સ્વજનોનો વિરોધ હોય ત્યાં અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈ સાથે એવી યોજના કરી હતી કે ગુજરાતના એવા દીક્ષાર્થીઓને પંજાબ મોકલવામાં આવે અને પંજાબના એવા દીક્ષાર્થીઓ હોય તો તેમને ગુજરાતમાં મોકલવામાં આવે અને તેમને મૂળચંદજી મહારાજ દીક્ષા આપે. આ રીતે થોડાંક વર્ષોમાં જ સાધુઓની સંખ્યા જે ૨૫-૩૦ની હતી તેમાંથી એકસો ઉપર થઈ ગઈ. આમ છતાં જોવાનું એ હતું કે મૂળચંદજી મહારાજ જેને પણ દીક્ષા આપે તેને પોતાનો ચેલો ન બનાવતાં બુટેરાયજી મહારાજનો અથવા વૃદ્ધિચંદ્રજી મહારાજનો ચેલો બનાવતા, એટલે કે પોતાના હાથે થનાર નવદીક્ષિત સાધુને પોતાના શિષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org