________________
શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ
૫૯
ત્યારે સુપ્રસિદ્ધ પંજાબી સંગીતકાર લાલા ઘનશ્યામજી જૈન પણ પાલિતાણા આવ્યા હતા. એ વખતે ઘનશ્યામજીને સાપ કરડ્યો હતો અને એમની સ્થિતિ ગંભીર અને ચિંતાજનક થઈ ગઈ હતી. એમના મિત્ર લાલા રતનચંદજી તરત ગુરુમહારાજ પાસે દોડ્યા અને વિગત જણાવી. શ્રી વલ્લભસૂરિ મહારાજે સબ કુછ અચ્છા હો જાયેગા' એમ કહી વાસક્ષેપ આપ્યો. એ વાસક્ષેપના ઉપયોગ પછી તરત ઝેર ઊતરવા લાગ્યું અને ધીમે ધીમે તેઓ સાજા થઈ ગયા. ત્યારથી લાલા ઘનશ્યામજીની ગુરુમહારાજ પ્રત્યેની શ્રદ્ધા અનન્ય બની ગઈ.
એક વખત શ્રી વલ્લભસૂરિ મહારાજ પંજાબમાં ઉનાળામાં પસુર નામના એક ગામમાંથી પસાર થતા હતા. ઉનાળાને કારણે પાણીની તંગી હતી. ગામમાં જૈનોની બિલકુલ વસ્તી નહોતી. શ્રી વલ્લભસૂરિ મહારાજને અને એમના સાધુઓને પાણી વાપરવાની જરૂર હતી, પરંતુ ગામમાંથી કોઈ પણ ઘરેથી એમને પાણી વહોરાવવામાં આવ્યું નહિ. એટલે શ્રી વલ્લભસૂરિ મહારાજે પોતાના સાધુઓ સાથે તરત ત્યાંથી વિહાર કર્યો. એમના ગયા પછી એ ગામના બધા જ કૂવાઓનું પાણી ખારું થઈ ગયું અને પાણી કૂવામાં પણ નીચે ઊતરી ગયું. ગામના લોકોને તાત્કાલિક તો ખબર ન પડી, પરંતુ પછીથી સમજાયું કે જૈન સાધુઓને પાણી નથી વહોરાવ્યું માટે આમ થયું છે. એટલે તેઓ શ્રી વલ્લભસૂરિ મહારાજ પાસે ગયા, પાણી ન વહોરાવવા માટે ક્ષમા માગી અને પોતાના ગામમાં ફરી પધારવા માટે આર્તતાપૂર્વક વિનંતી પણ કરી. કેટલાક સમય પછી શ્રી વલ્લભસૂરિ મહારાજનો ફરીથી એ બાજુનો વિહાર થયો ત્યારે ગામના લોકોએ ફરીથી બહુ આગ્રહપૂર્વક તેમને પોતાના ગામમાં પધારવા વિનંતી કરી અને તેમનું ભવ્ય સામૈયું કર્યું. એ સમયથી ગામના કૂવાઓનું પાણી ફરી મીઠું થઈ ગયું અને તેની સપાટી પણ ઊંચે આવી ગઈ. જ બડોત નગરમાં જિનમંદિરની પ્રતિષ્ઠાનો પ્રસંગ હતો. બધી તૈયારીઓ થઈ ગઈ હતી. પરંતુ ગામના મુસલમાનોએ પોતાની મસ્જિદ પાસેથી રથયાત્રા પસાર થવા માટે તેમજ ત્યાં આગળ ઢોલ-નગારાં વગાડવા માટે રજા ન આપી. એ વખતે આકાશમાં અચાનક ઘોર વાદળો છવાઈ ગયાં. વીજળીના મોટા કડાકાઓ થવા લાગ્યા. ભયંકર કુદરતી તોફાનથી જેનોની સાથે મુસલમાન પણ ગભરાયા. તે વખતે કેટલાક જૈન અને મુસલમાન આગેવાનો શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org