________________
૧૬
પ્રભાવક સ્થવિરો
વખતે નાતના એક-બે આગેવાનોએ જૈન સાધુઓના આચાર વિશેના પોતાના અજ્ઞાનને કારણે મજાક કરતાં કહ્યું કે, “જૈન સાધુઓને ખાવાપીવાની કોઈ ચિંતા નહિ. રોજ મિષ્ટાન મળે અને સારું સારું ખાઇને લહેર કરે.' એ ટીકા પ્રેમાભાઈએ સાંભળી. એમણે મૂળચંદજી મહારાજને તે કહી. એટલે મહારાજે કહ્યું કે, “ફરી વૈષ્ણવોની નવ જાત મળે ત્યારે મને જણાવજો.' કેટલાક દિવસ પછી પ્રેમાભાઈના વંડે વૈષ્ણવોની નવનાત ફરી એકઠી થઈ. પ્રેમાભાઈએ એ વાત મહારાજને જણાવી. એટલે તેઓ મધ્યાહ્નના સમયે એક તરપણી લઈને તરત વહોરવા નીકળ્યા અને વંડે જઈને પ્રેમાભાઈને ધર્મલાભ કહ્યું. મહારાજ વહોરવા પધાર્યા છે એમ જાણી પ્રેમાભાઈ સભામાંથી તરત ઊભા થઈ ગયા અને ગુરુમહારાજને રસોડે લઈ ગયા. બે-ત્રણ મિનિટોમાં જ મહારાજ પાછા ફર્યા અને પ્રેમાભાઈ શેઠ તરત પાછા આવીને ન્યાતના આગેવાનો પાસે બેઠા. કોઈકે કુતૂહલથી પૂછયું, “તમારા મહારાજ વહોરવા પધાર્યા અને બસ બે મિનિટમાં જ પાછા ફર્યા ?' પ્રેમાભાઈએ કહ્યું, “હા, એમને માત્ર ચપટી મીઠાનો જ ખપ હતો, એટલે તે વહોરીને પાછા ગયા.” એ જાણી આગેવાનો બોલ્યા, “ઓહો ! એક ચમટી મીઠા માટે તમારા મહારાજ ભરઉનાળામાં આ વેળાએ ઉઘાડા પગે કેટલે દૂરથી વહોરવા પધાર્યા ? શું એટલું મીઠું એમની પાસે નહોતું ?' પ્રેમાભાઈએ કહ્યું, “અમારા જૈન સાધુઓ કશી જ ખાદ્ય વાનગી પોતાની પાસે વધુ સમય રાખી ન શકે. દરેક ટંકે વહોરી લાવીને તે વાપરી લેવી પડે. ઘણાખરા મહાત્માઓ તો દિવસમાં એક જ વખત આહાર કરે અને કેટલાયને તો ઘી-દૂધ-દહીં-મીઠાઈ વગેરેની યાવત્ જીવન બાધા હોય. સૂર્યાસ્તથી બીજા દિવસે સૂર્યોદય સુધી કોઈ પાણીનું ટીપું સુધ્ધાં મુખમાં નાખે નહિ.”
પ્રેમાભાઈની આ વાત સાંભળી જૈન સાધુઓના આચાર વિશે નહિ જાણનાર અજૈન લોકોને આશ્ચર્ય થયું. જેન સાધુઓ માલ-પાણી ઉડાવીને લહેર કરે છે એવી ટીકા કરનારા વૈષ્ણવ આગેવાનોએ પોતાની અજ્ઞાનયુક્ત ટીકા માટે ક્ષમા માગી.
આમ, મૂળચંદજી મહારાજના વ્યક્તિત્વ અને ચારિત્ર્યપાલન ઉપર પ્રકાશ પાડનારા ઘણા પ્રસંગો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org