SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ પ્રભાવક સ્થવિરો માટે પ્રેરણા કરતા. એમની પ્રેરણા અને સાન્નિધ્યથી તપશ્ચર્યા કરવાનો જેમને બિલકુલ મહાવરો ન હોય એવી કેટલીક વ્યક્તિઓએ આઠ-સોળ કે ત્રીસ દિવસના ઉપવાસ કર્યાના બનાવો બન્યા છે; જે વ્યક્તિને દાન માટે રકમ આપવાનું મન ન થતું હોય એવી વ્યક્તિએ એમના સાન્નિધ્યમાં અચાનક ઘણી મોટી રકમનું દાન આપ્યું છે. એમના આશીર્વાદથી કેટલાયે લોકોના રોગ મટી ગયા છે. કોઈકનું સંતાન જન્મથી બોલી ન શકતું હોય તે એમના સાન્નિધ્યમાં બોલવા લાગે એવા બનાવો પણ બન્યા છે. એમના સાન્નિધ્યમાં ચોરી, લૂંટ, આગ, રોગચાળો, આપસના ઝઘડા, અનાજપાણીની અછત વગેરેના બનાવો શાંત થઈ જતા. એમનાં નયનમાંથી જાણે અમૃત ઝરતું હોય એવી શાંતિ અનુભવાતી. એમની આંખોમાં અને એમની વાણીમાં વશીકરણની અનાયાસ શક્તિ વરતાતી. તેઓ કહે એનાથી વિપરીત કરવાનું કોઈને મન થતું નહોતું. તેઓ જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં એમનાં માત્ર દર્શન કરવા માટે હજારો માણસો ઊમટતા અને દર્શન કરી ધન્યતા અનુભવતા. સં. ૧૯૭૭માં મહારાજશ્રી શિવગંજ પધાર્યા હતા. ત્યાં એક દિવસ ધનરૂપજી નામના એક શ્રાવકને ત્યાં ગોચરી વહોરવા પધાર્યા. ગોચરી વહોરીને તેઓ નીકળતા હતા તે વખતે બાજુના ખંડમાં પથારીમાં સૂતેલા એક બાળક પર એમની નજર પડી. બાળક અપંગ જેવું લાગતું હતું. મહારાજશ્રીએ પૂછ્યું, શું થયું છે. બાળકને ?” ધનરૂપજીએ કહ્યું, “બાપજી, આ મારો એકનો એક દીકરો શુકનરાજ છે. એને લકવા થયો છે, એને સાજો કરી આપોને !” મહારાજશ્રીએ શુકનરાજ સામું જોયું. શુકનરાજે પથારીમાં સૂતાં સૂતાં બે હાથ જોડી મહારાજશ્રીને વંદન કર્યા. મહારાજશ્રીએ એક પ્યાલામાં પાણી મંગાવ્યું. પાણીનો પ્યાલો હાથમાં રાખી મંત્ર ભણીને ધનરૂપજીને આપ્યો અને કહ્યું, “રોજ આ પાણી હાથમાં રાખી, નવ વખત નવકાર મંત્ર બોલીને પછી આ પાણી બાળકને પિવડાવજો. એમ સતત નવ દિવસ સુધી રોજ પિવડાવજો. એટલે સારું થઈ જશે.' આ પ્રમાણે કરતાં બાળક ધીમે ધીમે સાજો થવા લાગ્યો અને નવમે દિવસે તો ઊભો થઈને ધીમે ધીમે ચાલવા પણ લાગ્યો. ધનરૂપજીને તો માન્યામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001962
Book TitlePrabhavaka Sthaviro
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy