________________
૪૯૦
પ્રભાવક સ્થવિરો
ઉત્સવનું વાતાવરણ સર્જાઈ જતું.
પૂ. મહારાજશ્રીના જીવનના પ્રેરક, પ્રબોધક, પ્રકાશક અનેક પ્રસંગો નોંધાયા છે. એમાંથી કેટલાંક અહીં આપણે જોઇશું.
પૂ. મહારાજશ્રીના જીવનમાં કોઈ બાહ્ય ઠાઠમાઠ નહિ, મોટાઈ નહિ, સીધું સાદું સરળ જીવન, કોઈ ચીજવસ્તુનો પરિગ્રહ નહિ, નામનાની કોઈ ખેવના નહિ, હંમેશાં તેઓ પ્રસન્ન રહેતા. આત્મશ્લાધા નહિ અને અહંકારનાં વચનો નહિ, તદ્દન નિઃસ્પૃહ અને સંતોષી વૃત્તિવાળા તેઓ હતા. આથી એમના સંપર્કમાં આવનાર એમના ચારિત્રની સુવાસથી આકર્ષાતા.
પૂ. મહારાજશ્રી વસ્ત્ર વગેરેનો ઓછામાં ઓછો પરિગ્રહ રાખતા. તેઓ વિહારમાં હોય ત્યારે પહેરેલાં કપડાં સિવાય કશું રાખે નહિ. તેમના વિંટીયામાં એક ચોલપટ્ટો પણ રાખ્યો ન હોય. એક વખત એમના ગુરુદેવ પૂ. દાનસૂરિજીએ કહ્યું, “પ્રેમવિજય, વિહારમાં તારે એક ચોલપટ્ટો સાથે રાખવો જોઈએ. પહેરેલો ચોલપટ્ટો ઓચિંતો કોઈ વાર ફાટી જાય તો શું કરે?' પૂ. મહારાજશ્રીએ કહ્યું, ગુરુદેવ ! આપની કૃપાથી એવું નહિ થાય. અને થશે તો બધું ગોઠવાઈ જશે.”
એક વાર ખરેખર એવું બન્યું કે વિહારમાં તેઓ હતા ત્યારે એક ગામમાં મુકામ કર્યો હતો. મહારાજશ્રી ગોચરી વહોરીને આવ્યા અને જર્જરિત થયેલો ચોલપટ્ટો ફાટી ગયો. બીજો ચોલપટ્ટો હતો નહિ. પૂ. દાનસૂરિએ કહ્યું, “પ્રેમવિજય ! મેં કહ્યું હતું કે એક વધારાનો ચોલપટ્ટો રાખ. જો ફાટી ગયો ને? હવે તું શું કરીશ?'
પૂ. મહારાજશ્રી ઉત્તર આપે તેટલામાં તો ઉપાશ્રયમાં એક શ્રાવક દાખલ થયા. એમના હાથમાં કાપડનો તાકો હતો. એમણે કહ્યું, “ગુરુમહારાજ આપને વહોરાવવા માટે આ લઈ આવ્યો છું.”
પૂ. શ્રી દાનવિજયજીએ કહ્યું, “પ્રેમવિજય ! તારી શ્રદ્ધા ગજબની છે !' પૂ. મહારાજશ્રીએ વિનયથી કહ્યું, “આપની કૃપાનું એ પરિણામ છે.'
પૂ. મહારાજશ્રીએ મિઠાઈ, મેવા, ફળ વગેરેનો દીક્ષા પછી થોડાં વર્ષોમાં ત્યાગ કર્યો હતો. કેરીની તો એમણે આજીવન બાધા લીધી હતી. તેઓ ઘણુંખરું એકાસણા જ કરતા. ગોચરી વાપરતી વખતે એ માટે દસ-બાર મિનિટથી વધુ સમય આપતા નહિ. જરાક જેટલું વાપરીને તરત ઊભા થઈ જતા. કેટલાંયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org