SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૬ પ્રભાવક સ્થવિરો થયું હતું. વિધવા માતા ધર્મમય જીવન ગાળતાં અને ગુજરાન માટે વઢવાણ તથા આસપાસનાં ગામોમાં પાઠશાળામાં શિક્ષિકા તરીકે કામ કરતાં તેથી બાળક પર નાની વયે ધર્મની ઊંડી અસર થઈ હતી. પાઠશાળામાં ધાર્મિક અભ્યાસમાં ભાઈચંદ અગ્રેસર રહેવા લાગ્યા. તેમણે પંચ પ્રતિક્રમણનાં સૂત્રો કંઠસ્થ કરી લીધાં હતાં તથા તેમને સામાયિક, પ્રતિક્રમણની વિધિ બરાબર આવડતી. નવેક વર્ષની વયે બાજુના લખતર ગામે પર્યુષણ પર્વમાં સાંવત્સરિક પ્રતિક્રમણ કરાવવા તેઓ ગયા હતા. વઢવાણમાં ચાર ગુજરાતી ધોરણનો અભ્યાસ કરી તેઓ અમદાવાદમાં સુપ્રસિદ્ધ સી. એન. (ચીમનલાલ નગીનદસ) છાત્રાલયમાં દાખલ થયા. તીવ્ર બુદ્ધિશક્તિ અને ખંતપૂર્વક અભ્યાસ કરવાની વૃત્તિને લીધે અભ્યાસમાં તેઓ ખૂબ ઝળક્યા. શિક્ષકો આગાહી કરતાં કે આ બાળક ભવિષ્યમાં એક તેજસ્વી મહાન વ્યક્તિ બનશે. આ બાજુ છબલબહેનની પણ એવી જ અંતરેચ્છા હતી કે પોતાનો પુત્ર ધર્મપરાયણ–ત્યાગી જીવન જીવીને આત્મકલ્યાણ સાધે. માતા તરફથી તેમને અવારનવાર દીક્ષાની પ્રેરણા મળ્યા કરતી. એવામાં સં. ૧૯૭૫ માં બોટાદમાં ચાતુર્માસ કરવા જતાં પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજયમોહન-સૂરીશ્વરજી મહારાજ રાણપુર મુકામે રોકાયા હતા. ત્યાં પાઠશાળામાં અભ્યાસ કરાવતા માતા છબલબહેનને આંગણે પગલાં પડ્યાં અને ભાઈચંદના લલાટની ભવ્ય રેખાકૃતિઓ જોઈને આગાહી કરી કે, આ બાળક શાસનને અજવાળશે. ઉપદેશ આપી કહ્યું પણ ખરું કે એને શાસનને સમર્પિત કરો. ૧૬ વર્ષની વયે, ભાઈચંદે પૂ. ગુરુદેવશ્રીનું શરણ સ્વીકાર્યું. સં. ૧૯૭૬ના મહા સુદ ૧૧ ના મંગળ દિને મહેસાણા નજીક સાંગણપુરમાં દીક્ષાગ્રહણનો મહોત્સવ ઉજવાયો અને પોતાના શિષ્ય મુનિવર્યશ્રી પ્રતાપવિજયજી મહારાજના શિષ્ય બનાવી ‘મુનિશ્રી ધર્મવિજયજી’ નામે જાહેર કર્યા. મુનિશ્રી ધર્મવિજયજીએ જેમના વરદ્ હસ્તે ચારિત્ર ગ્રહણ કર્યું તે દાદાગુરુ પૂ. આચાર્ય દેવ શ્રી વિજયમોહનસૂરીશ્વરજી મહારાજ સમકાલીન આચાર્યોમાં પ્રથમ પંક્તિમાં સ્થાન ધરાવતા હતા. તેઓશ્રી પ્રકાંડ પંડિત અને સમર્થ વ્યાખ્યાનકાર હતા. તેઓશ્રીનાં શિષ્યરત્ન શ્રી વિજયપ્રતાપસૂરિજી મહારાજ પણ મહાન અભ્યાસી વિદ્વાન હતા; આવા સમર્થ ગુરુદેવોની પ્રે૨ક નિશ્રામાં મુનિરાજશ્રી ધર્મવિજયનો શાસ્ત્રાભ્યાસ દિનપ્રતિદિન વધવા લાગ્યો. ઉચ્ચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001962
Book TitlePrabhavaka Sthaviro
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy