________________
૨૪૨
પ્રભાવક સ્થવિરો
મળ્યું હોય એવો અદ્ભુત અનુભવ થયો. થોડા વખતમાં તો ચમનાજીનું શરીર પહેલાં જેવું એકદમ સ્વસ્થ થઈ ગયું. આથી સમગ્ર પરિવારની મહારાજશ્રી પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધામાં વધારો થયો.
સં. ૧૯૫૯માં મહારાજશ્રી પોતાના છએક શિષ્યો સાથે મારવાડમાંથી મેવાડ તરફ વિહાર કરી રહ્યા હતા. તેઓ રાણકપુર પાસેના જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે વિહારમાં ચાલવામાં સમય વધુ લાગતાં રસ્તામાં જ સાંજ પડી ગઈ. બીજા મુકામ સુધી પહોંચવામાં હજુ પાંચેક કિલોમીટરનું અંત૨ બાકી હતું. એટલે શ્રી રાજેન્દ્રસૂરિએ તો શિષ્યોને આજ્ઞા કરી દીધી કે હવે આપણે આગળ વિહાર નથી કરવાનો. તેઓએ નજીકમાં જ એક વિશાળ ઝાડના વૃક્ષ નીચે મુકામ કર્યો. ત્યાંથી પસાર થતાં એક આદિવાસીએ એમને ચેતવ્યા કે અહીં મુકામ ન કરશો, કારણ કે નજીકમાં વાઘ રાત્રે પાણી પીવા આવે છે. આ સાંભળી શિષ્યોના મનમાં ડર પેદા થયો, પણ શ્રી રાજેન્દ્રસૂરિ તો નીડર હતા. તેમણે ત્યાં મુકામ કરવાનો નિશ્ચય ફેરવ્યો નહિ. તેમણે શિષ્યો સાથે પ્રતિક્રમણ વગેરેની વિધિ કરી લીધી. શિષ્યોએ કહ્યું, ‘ગુરુદેવ, અમારે રાતના સૂવું નથી. આખી રાત અમારે જાગતા રહેવું છે અને સ્વાધ્યાય ક૨વો છે.' મહારાજશ્રીએ કહ્યું, ‘ભલે, પણ જો કોઈ જંગલી પ્રાણી આવે તો મને જગાડજો. કોઈ જરા અવાજ કરતા નહિ. અને વૃક્ષની ઘટાની મર્યાદાની બહાર કોઈ ગભરાઈને દોડી જતા નહિ.’
અડધી રાતે એક વાઘ ત્યાં પાણી પીવા આવ્યો. વાઘને જોતાં જ સ્વાધ્યાય કરતા શિષ્યો ગભરાઈ ગયા. મહારાજશ્રીને જગાડ્યા. મહારાજશ્રી તો સ્વસ્થ જ રહ્યા. વાઘ તેમની સામે ઘૂરકતો આવ્યો. થોડે દૂર એક પથ્થર ઉપર ઊભો રહ્યો. મહારાજશ્રીએ એની આંખ સામે ત્રાટક માંડ્યું. થોડી વારમાં વાઘ ઘૂરકતો બંધ થયો. ત્યાર પછી પાણી પીને જંગલમાં ક્યાંક ચાલ્યો ગયો. જીવતા વાઘને આટલી નજીકથી જોવાનો આ અનુભવ અને પોતાના ગુરુદેવની સ્વસ્થતા અને સિદ્ધિ જોવાનો અનુભવ શિષ્યો માટે અદ્વિતીય હતો.
કેટલાયે ભક્તોને મહારાજશ્રીનાં વચનોમાં અપૂર્વ શ્રદ્ધા હતી. તેમનું વચન તેઓ આજ્ઞા માનીને સ્વીકારતા અને તે પ્રમાણે કાર્ય કરતા.
એક વખત ધનરાજ નામના એક વેપારી મહારાજશ્રીને વંદન કરવા આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org