________________
૧૪૮
પ્રભાવક સ્થવિરો
કેસરીસિંહજી તેમને મળવા માટે આવ્યા હતા. પ્રથમ મુલાકાતે જ સિરોહીનરેશ મહારાજશ્રીની તેજસ્વી અને પ્રભાવશાળી મુખમુદ્રાથી અને અગાધ જ્ઞાનથી પ્રભાવિત થયા હતા. તેમને થયું કે, ‘હું મહારાજશ્રી માટે શું કરી છૂટું ? તેઓ તો કંચન અને કામિનીના ત્યાગી છે. પરંતુ તેઓ મારે ત્યાં ગોચરી વહોરવા પધારે તો મને બહુ આનંદ થશે.' તેમણે એ માટે મહારાજશ્રીને વિનંત કરી. પરંતુ મહારાજશ્રીએ કહ્યું, ‘રાજન્ ! ગોચરી તો મને કોઈ પણ ગૃહસ્થ વહોરાવી શકે. વળી અમારે સાધુઓને રાજપિંડનો નિષેધ હોય છે. પરંતુ આપ તો મને ગોચરી કરતાં પણ વધારે ચડિયાતી વસ્તુ આપી શકો છો.’
સિરોહી-નરેશે ઉત્સુકતાપૂર્વક પૂછ્યું; ‘હું શું આપી શકું ?'
મહારાજશ્રીએ કહ્યું, ‘જીવદયા. દશેરાને દિવસે પાડાનો વધ બંધ કરો. તમારા રાજ્યમાં પર્યુષણમાં માંસાહાર માટે જીવહિંસા ન થાય એવો કાયદો મને વહોરાવો.’
મહારાજશ્રીની વિનંતી સ્વીકારીને સિરોહી-નરેશે પોતાના રાજ્યમાં દશેરાના દિવસે થતો પાડાનો વધ બંધ કરાવ્યો. તદુપરાંત પોતાના રાજ્યમાં શ્રાવણ વદ ૧૧ થી ભાદરવા વદ ૧૧ સુધી એમ એક મહિનો કાયમને માટે પશુહિંસા બંધ રાખવાનું ફરમાન કર્યું હતું. સિરોહી-નરેશ મહારાજશ્રીને વંદન કરવા વારંવાર આવતા અને મહારાજશ્રીની ભલામણથી એમણે પોતાના રાજ્યમાં રોહિડા ગામમાં જિનમંદિર બાંધવા માટે અનુમતિ આપી હતી. બ્રાહ્મણવાડા ગામમાં પણ જિનમંદિરનો કબજો જે બ્રાહ્મણોના હાથમાં હતો તે જૈનોને સોંપવા માટે એમણે ફરમાન કાઢ્યું હતું.
સં. ૧૯૩૬માં મોહનલાલજી મહારાજ ઓસિયા ગામે પધાર્યા હતા. એક દિવસ સવારમાં ગામના પાદરે પોતે સ્થંડિલ ગયા હતા. પાછા ફરતાં તેઓ એક રેતીના ટેકરા પાસેથી પસાર થતા હતા. એ વખતે એમનો દાંડો રેતીમાં ધાર્યા કરતાં ઘણો વધારે ઊંડો ચાલ્યો ગયો. એથી મહારાજશ્રીને કુતૂહલ થયું. એમણે ત્યાં બેત્રણ જગ્યાએ રેતીમાં દાંડો ખોસી જોયો તો જાણે કોઈ પથ્થર સાથે તે અથડાતો હોય તેમ લાગ્યું. તેમને થયું આ રેતીના ડુંગર નીચે જરૂર કોઈ ઈમારત હોવી જોઈએ. કોઈ જિનમંદિર જ હશે એવું પણ એમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org