SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૨ પ્રભાવક સ્થવિરો વહ ઇતિહાસ મેં અદ્વિતીય માની જાયગી.” મહારાજશ્રીએ ઇ. સ. ૧૯૬૮નું ચાતુર્માસ થાણા જિલ્લામાં તારાપોર પાસે ચિંચણમાં એટલે કે ચીંચણીમાં કર્યું. તે વખતે સમુદ્રકિનારે આવેલું શાંત, રમણીય અને વાડીઓનાં વૃક્ષોથી ભરચક, ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ સમું આ સ્થળ સ્થિરવાસ માટે એમને ગમી ગયું. ૧૯૬૯નું ચાતુર્માસ પાસેના વાણગામમાં કર્યું. પરંતુ ચાલીસ વર્ષના સતત વિહાર પછી એમનું શરીર થાક્યું હતું. તેઓ સ્થિરવાસ કરવા ઇચ્છતા હતા. મુંબઇના પ્રાયોગિક સંઘે ચીંચણીમાં બંગલો, અન્ય મકાનો, કૂવો, કંપાઉન્ડની ભીંત અને વિવિધ પ્રકારના વૃક્ષો તથા ખેતીલાયક જમીન સાથેની એક વાડી પસંદ કરી. ૧૯૭૦થી મહારાજશ્રીએ ત્યાં સ્થિરવાસ કર્યો. એનું નામ રાખ્યું “મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર.' મહારાજશ્રીની ભાવના અને એક આંતરરાષ્ટ્રીય કેન્દ્ર તરીકે વિકસાવવાની હતી. પરંતુ એમનું એ સ્વપ્ન સાકાર થયું નહિ. મહારાજશ્રીમાં વિચારશક્તિ, લેખનશક્તિ, કવિતાશક્તિ, શાસ્ત્રાભ્યાસ ઇત્યાદિ હતાં. એમણે ઉત્તરાધ્યયનસૂત્ર, દશવૈકાલિક સૂત્ર અને આચારાંગ સૂત્રનો સમર્થ અનુવાદ કર્યો છે. “અપૂર્વ અવસર'નું સુંદર વિવેચન કર્યું છે. ધર્મપ્રાણ લકાશાહ, “જૈન દૃષ્ટિએ ગીતાદર્શન' વગેરે ગ્રંથો લખ્યાં છે. ચીચણીમાં ૧૯૮૨ સુધીના આ સ્થિરવાસ દરમિયાન એમણે “વિશ્વ વાત્સલ્ય” સામયિક ચલાવવા ઉપરાંત, “તત્ત્વાર્થસૂત્ર'નું ગુજરાતી ભાષાન્તર, “વિશ્વવત્સલ મહાવીર’ જેવું દીર્ઘકાવ્ય ઇત્યાદિનું લેખનકાર્ય કર્યું હતું. એમણે પચાસથી અધિક નાનામોટા ગ્રંથોની રચના કરી છે. આ કેન્દ્રમાં વિવિધ પ્રકારની વિચારગોષ્ઠીઓ થતી, પ્રવચનો થતાં, પ્રાર્થનાસભાઓ યોજાતી. સમગ્ર ભારતમાંથી નામાંકિત વ્યક્તિઓ મહારાજશ્રીને મળવા આવતી. મહારાજશ્રી રાજકારણમાં, કોંગ્રેસની પ્રવૃત્તિઓમાં પણ રસ લેતા અને વિશ્વ વાત્સલ્ય'માં પોતાના વિચારો દર્શાવતા. પરંતુ કોંગ્રેસ જ્યારથી ગાંધીવાદી વિચારોથી દૂર જતી ગઈ ત્યારથી કોંગ્રેસ સાથેનો એમનો લગાવ ઓછો થતો ગયો. એમણે “ગ્રામ કોંગ્રેસ નામની જુદી પ્રવૃત્તિ ચાલુ કરી હતી. ૧૯૭૧માં પહેલી વાર અમે ચીંચણી ગયા ત્યારનો અમારો અનુભવ લાક્ષણિક હતો. અમે બે ગાડીમાં પરિવારના દસેક સભ્યો મુંબઇથી ગયા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001962
Book TitlePrabhavaka Sthaviro
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy