________________
શ્રી વિજયશાંતિસૂરિ મહારાજ
૧૯૩
છે ?' તે મહિલાએ કહ્યું, “હા, મારો દીકરો ઇંગ્લેન્ડમાં છે. હું ત્યાંથી આવી ત્યારે તેની તબિયત સારી નહોતી. ત્યારપછી તેનો સંપર્ક થઈ શક્યો નથી. તેની મને બહુ ચિંતા છે.”
મહારાજશ્રીએ થોડી વાર ધ્યાન ધરીને તે મહિલાને કહ્યું, “તમારો દીકરો વિલાયતમાં ખૂબ આનંદમાં છે.” એ સાંભળીને તે મહિલાને બહુ હર્ષ થયો. પછી મહારાજશ્રીએ તેને અને તેની દીકરીને સુખડની માળા ભેટ આપીને કહ્યું કે, “દરરોજ આ માળા “ૐ”નો જાપ કરીને ફેરવજો. “ૐ” યાદ ન રહે તો *Almighty God'નો જાપ કરજો. આ માળા ગળામાં પહેરજો. એથી બધું સારું થઈ જશે.”
મા અને દીકરીએ પોતાના ગળામાં માળા પહેરી, ફરીથી તેમની આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યાં હતાં. વારંવાર આભારપૂર્વક મહારાજને વંદન કરીને તેઓ વિદાય થયાં.
ભારતની આઝાદી પૂર્વેના એ દિવસોમાં રાજપૂતાનાના એજન્ટ ટુ ધ ગવર્નર જનરલ સર ગિલ્વે નામના બ્રિટિશ અધિકારીની કચેરી માઉન્ટ આબુમાં હતી. મહારાજશ્રીના દિવ્ય, પવિત્ર જીવનની વાતો કર્ણોપકર્ણ તેમની પાસે આવી હતી. જિજ્ઞાસાથી પ્રેરાઈને તેઓ મહારાજશ્રીને મળવા આવ્યા હતા; પરંતુ પ્રથમ દર્શને જ તેઓ એટલા બધા આનંદિત થઈ ગયા હતા કે પછીથી તેઓ વારંવાર મહારાજશ્રીને મળવા આવતા હતા. પોતાને ત્યાં મહેમાન તરીકે જે કોઈ બ્રિટિશ કે યુરોપિયન વ્યક્તિઓ આવતી તેને આબુનાં ફરવા જેવાં સ્થળો બતાવતા ઉપરાંત મહારાજશ્રી પાસે પણ તેઓ લઈ આવતા.
સર ઓચિલ્વેની ઇચ્છા મહારાજશ્રી માટે કશુંક કરી છૂટવાની હતી, પરંતુ મહારાજશ્રીને વ્યક્તિગત સુખસગવડરૂપે તો કશું જ જોઈતું ન હતું. મહારાજશ્રીએ સર ઓગિલ્વેને એટલી જ ભલામણ કરી કે, “માઉન્ટ આબુમાં કોઈ પશુપક્ષીઓનો શિકાર ન થાય એવું ફરમાન કાઢો.” આબુ ઉપર આવતા વિદેશી ગોરા સહેલાણીઓ અને ભારતના રાજવીઓની શોખની એક પ્રવૃત્તિ તે પશુપંખીઓના શિકારની હતી. પરંતુ મહારાશ્રીની ભલામણથી સર ઓગિલ્વેએ હુકમ કાઢ્યો કે આબુ પર્વત ઉપર કોઈ પણ પશુપક્ષીને ગોળીથી કે હથિયારથી મારી શકાશે નહિ. આ પ્રદેશમાં કેટલાંક અપંગ જાનવરોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org