________________
પ્રભાવક સ્થવિરો
મહુવાના વતની ગુરુબંધુ મુનિ ધર્મિવિજયજીને પણ સંસ્કૃતનો અભ્યાસ કરાવવા
લાગ્યા.
૪૧૬
ઉપાશ્રયમાં રોજેરોજ સાધુઓને વંદન કરવા આવતા લોકોમાંના કેટલાક મુનિ નેમિવિજયજી પાસે પણ બેસતા. કોઈ વાર કોઈનો પ્રશ્ન હોય તો નેમિવિજયજી તેમને સમજાવતા. એક ગૃહસ્થ તો તેમની પાસે રોજ નિયમિત આવતા. એક દિવસ ગુરુમહારાજે જોયું કે એ ગૃહસ્થને સમજાવતી વખતે મુનિ નેમિવિજયજીની વાણી અસ્ખલિત વહે છે. તેમની ભાષા સંસ્કારી છે અને ઉચ્ચારો શુદ્ધ છે. તેમના વિચારો સરળતાથી વહે છે. વ્યાખ્યાન આપવાની તેમનામાં સહજશક્તિ જણાય છે. વૃદ્ધિચંદ્રજી મહારાજ શિષ્યને આગળ વધારવામાં હંમેશા બહુ ઉત્સાહી રહેતા. પ્રસંગ જોઈને શિષ્યને તેઓ અચાનક મોટી જવાબદારી સોંપી દેતા અને તેમના આત્મવિશ્વાસને વધારી દેતા. પર્યુષણ પર્વ દરમિયાન એક દિવસ જશરાજભાઈને કહ્યું કે, ‘આવતી કાલનું વ્યાખ્યાન મુનિ નેમિવિજયજી વાંચશે. પરંતુ આ વાત હમણાં કોઈને કહેશો નહિ.’ એથી જશરાજભાઈને આશ્ચર્ય થયું.
બીજા દિવસે ગુરુમહારાજ નેમિવિજયજીના હાથમાં ‘કલ્પસૂત્ર’ની સુબોધિકા ટીકાની હસ્તપ્રતનાં પાનાં આપ્યાં અને વ્યાખ્યાન હૉલમાં જવાનું કહ્યું. વળી તેમણે નેમિવિજયજીને પોતાનો ‘કપડો’ પહેરવા આપ્યો. પરંતુ નેમિવિજયજી કશું સમજ્યા નહિ. ગુરુમહારાજે વ્યાખ્યાન વાંચનાર મુનિ ચારિત્રવિજયજી સાથે એવી ગોઠવણ કરી હતી કે સભામાં નેમિવિજયજીને અચાનક જ વ્યાખ્યાન આપવાની ફરજ પડે. નેમિવિજયજી નીચેની પાટ પર બેસવા જતા હતા ત્યાં ચારિત્રવિજયજીએ એમને પોતાની બાજુમાં બેસાડ્યા અને શ્રાવક-શ્રાવિકાઓને પ્રથમ પચકખાણ આપીને જાહેર કર્યું કે આજનું વ્યાખ્યાન મુનિ નેમિવિજયજી વાંચશે. એટલું કહીને તેઓ તરત પાટ ઉપ૨થી ઊતરીને ચાલ્યા ગયા. નેમિવિજયજી એકદમ વિચારમાં પડી ગયા. પરંતુ હવે વ્યાખ્યાન વાંચ્યા વિના છૂટકો ન હતો. એમની સજ્જતા તો હતી જ અને આત્મવિશ્વાસ પણ હતો. એટલે ગુરુમહારાજને ભાવવંદન કરી, એમના આશીર્વાદ માટે પ્રાર્થના કરી વ્યાખ્યાન વાંચવાનું ચાલુ કર્યું. પછી તો એમની વાણી અસ્ખલિત વહેવા લાગી. એથી વ્યાખ્યાનમાં બેઠેલા જશરાજભાઈ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org