________________
શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ
દિવસે એમને દીક્ષા આપવામાં આવી. છેલ્લા ચાર-પાંચ સૈકામાં આ રીતે જાહેરમાં દિગમ્બર, નગ્ન મુનિની દીક્ષા થોડાક લોકોની હાજરીમાં જ ખાનગીમાં અપાતી રહી છે, પરંતુ શાંતિસાગરજીની દીક્ષા વિશાળ સમુદાય સમક્ષ જાહેરમાં આપવામાં આવી હતી. આ એક મહત્ત્વની ઐતિહાસિક ઘટના ગણાય છે.
૨૬૩
શ્રી શાંતિસાગરજી મહારાજે દિગમ્બર મુનિની દીક્ષા લીધી તે વખતે ભારતમાં એકંદરે દિગમ્બર મુનિઓની સંખ્યા ઘણી જ ઓછી હતી. વળી તેમના આચારોમાં પણ વિવિધતા હતી. દિગમ્બર મુનિ તરીકે રહેવું, વિચરવું, આહાર લેવો વગેરે બાબતો આપણે ધારીએ તેના કરતાં પણ ઘણી વધારે કઠિન હોય છે. તેઓને ઉપવાસ તો નાના-મોટા નિમિત્તે કરવાના આવ્યા જ કરે. એથી જીવન ટકાવવું ઘણું અઘરું થઈ પડે. દિગમ્બર મુનિની આહારવિધિ પણ ઘણી આકરી હોય છે. તેઓને દિવસમાં એક જ વાર એક જ સ્થળે ઊભા ઊભા બે હાથ વડે આહાર (ઠામ ચોહિવાર) કરી લેવાનો રહે. પછી ચોવીસ કલાક પાણી પણ ન વપરાય. એમાં પણ બત્રીસ પ્રકારના અંતરાયમાંથી કોઈ પણ અંતરાય આવે તો તરત આહાર છોડી દેવો પડે. આહારમાં કાંકરી, રેસો, વાળ કે એવું કંઈ આવે તે જો મોઢામાંથી કાઢવા માટે આંગળી મોઢામાં નાખવી પડે તો તરત આહાર છોડી દેવો પડે. વળી એ સમયે અમુક પશુ-પક્ષીઓના અવાજ થાય તો પણ આહાર છોડી દેવો પડે. આથી કેટલાક ભક્તો દિગમ્બર મુનિ ભગવંતને અંતરાય ન થાય એટલા માટે આહારવિધિ વખતે સતત જોરથી ઘંટ વગાડતા રહેતા જેથી મુનિઓને બીજો કોઈ અવાજ સંભળાય નહિ અને આહારમાં અંતરાય થાય નહિ.
શાંતિસાગરજીને લાગ્યું કે દિગમ્બર મુનિની ચર્યા તો તપસ્વીની ચર્ચા છે. આહા૨ ન મળે તો તેથી તેઓએ સંતપ્ત થવાની જરૂર નથી અને ગૃહસ્થોએ મુનિ પ્રત્યે આ બાબતમાં દયાભાવ રાખવાની જરૂર નથી. બલકે મુનિઓનો આચાર શિથિલ ન થાય એ તરફ જોવાનું ગૃહસ્થનું કર્તવ્ય છે. આથી એમણે મુનિઓના આહાર વખતે થતા ઘંટનાદને બંધ કરાવ્યો હતો. વળી દિગમ્બર મુનિઓ આહાર લેવા ગામમાં જતા ત્યારે તે દિવસ માટે નક્કી કરેલા ગૃહસ્થના ઘરે જઈ આહાર લેતા. ગામમાં જતી વખતે તેઓ શરીરે ચાદર વીંટાળી લેતા અને ગૃહસ્થના ઘરમાં જઈ, સ્નાન કરી પછી નગ્ન બની ઊભા ઊભા આહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org