________________
શ્રી કલાપૂર્ણસૂરિ મહારાજ
૬૦૭
મુનિ તરીકે કલાપૂર્ણવિજયજીએ સા૨ી સજ્જતા પ્રાપ્ત કરી લીધી હતી. તેમણે શાસ્ત્રાભ્યાસ કરી લીધો હતો. સ્તવનો કંઠસ્થ હતાં. બીજાં કેટલાંયે સૂત્રો, શ્લોકો, સુભાષિતો પણ તેમણે કંઠસ્થ કરી લીધાં હતાં. વડીલો પાસેથી જૈન શાસનની અને ઐતિહાસિક પરંપરાની ઘણી પ્રેરક વાતો તેમણે સાંભળી હતી. તેમની વ્યાખ્યાનશક્તિ બહુ ખીલી હતી. તેમનામાં વિનય, લઘુતા, સમતા, શાન્તિ, તપશ્ચર્યા, ભક્તિ, વૈરાગ્ય, મૈત્રી, ઉદારતા, માધ્યસ્થતા ઇત્યાદિ ગુણોનો વિકાસ થયો હતો. તેમની દીક્ષાને હવે પંદર વર્ષ થઈ ગયાં હતાં. આથી વાના સંઘો તરફથી અને વડીલ સાધુઓ તરફથી એમને પંન્યાસની પદવી ગ્રહણ ક૨વા માટે વારંવાર વિનંતી થતી હતી, પણ શ્રી કલાપૂર્ણવિજયજી એ લેવા ના કહેતાં. એટલે એ વાત સિદ્ધાન્ત મહોદધિ શ્રી પ્રેમસૂરિ મહારાજ પાસે ગઈ. શ્રી પ્રેમસૂરિ મહારાજે એમને ટૂંકામાં એટલું જ લખ્યું કે ‘સમુદાયની જવાબદારી સ્વીકારવી એ કર્તવ્યરૂપ છે, અને આરાધનારૂપ છે. એ થકી કર્મની નિર્જરા થાય છે.’ આથી શ્રી કલાપૂર્ણવિજયજીએ છેવટે સંમતિ આપી અને વિ. સં. ૨૦૨૫માં ફલોદી નગરમાં આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિજીએ એમને ઉત્સવપૂર્વક પંન્યાસની પદવી આપી. આ પ્રસંગે વિશેષ આનંદની વાત એ બની કે સંસારી પક્ષે શ્રી કલાપૂર્ણવિજયજીના ભત્રીજા શ્રી હેમચંદ્રભાઇને પણ દીક્ષા લેવાના ભાવ થયા અને એમને દીક્ષા આપવામાં આવી. એમનું નામ મુનિ શ્રી કીર્તિચન્દ્રવિજયજી રાખવામાં આવ્યું.
પંન્યાસની પદવી પછી શ્રી કલાપૂર્ણવિજયજી સમુદાયના વડા આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિ સાથે કચ્છમાં વિચરતા અને એમની સાથે ચાતુર્માસ કરતા. તેઓ હંમેશાં એમની સેવામાં તત્પર રહેતા. હવે શ્રી દેવેન્દ્રસૂરિ વૃદ્ધ થયા હતા. એમાં વળી એમના પગનું હાડકું ભાંગવાથી તેઓ બહુ વિહાર કરી શકતા નહોતા. આથી તેમની ઇચ્છા હતી કે હવે જો શ્રી કલાપૂર્ણવિજયજી આચાર્યની પદવી ગ્રહણ કરીને સમુદાયની સંભાળ રાખે તો પોતે નિવૃત્ત થઈ શકે. પરંતુ શ્રી કલાપૂર્ણવિજયજીની ઇચ્છા પદવી લેવાની નહોતી. આમ છતાં એક વખત શ્રી દેવેન્દ્રસૂરિએ આ અંગે કોઈ ભક્ત આગળ પોતાની વેદના જાહેર કરી ત્યારે શ્રી કલાપૂર્ણવિજયજીને એમ લાગ્યું કે પોતે હવે આચાર્યની પદવી ગ્રહણ કરી લેવી જોઇએ. એમણે એ માટે સંમતિ આપી. સં. ૨૦૨૮માં લાકડીઆમાં પૂ. દેવેન્દ્રસૂરિજી સાથે ચાતુર્માસ કર્યા પછી છરી પાળતો સંઘ ભદ્રેશ્વર ગયો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org