Book Title: Prabhavaka Sthaviro
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 656
________________ શ્રી કલાપૂર્ણસૂરિ મહારાજ ૬૦૫ ત્યારપછી તેમની બધાંની સંયમમાર્ગ માટેની યોગ્યતા અને તાલાવેલી જોઇને પ. પૂ. શ્રી કનકસૂરિજી મહારાજે તેઓ પાંચને દીક્ષા આપવાનો નિર્ણય કર્યો. દીક્ષા લેવાનો નિર્ણય તો થયો, પરંતુ અક્ષયરાજ અને એમના પરિવારને દીક્ષા પોતાના વતન ફલોદીમાં લેવાની ભાવના હતી અને વૃદ્ધ શ્રી કનકસૂરિ મહારાજ વિહાર કરીને ફલોદી સુધી પહોંચી શકે એમ નહોતા. એટલે એમણે પોતાના શિષ્યો શ્રી રત્નાકરવિજયજી અને શ્રી કંચનવિજયજીને ફલોદી મોકલ્યા. શ્રી કંચનવિજયજી ફલોદીના જ વતની હતા. વિ. સં. ૨૦૧૦ના વૈશાખ સુદ ૧૦ (ભગવાન મહાવીર સ્વામીના કેવળજ્ઞાન કલ્યાણકનો દિવસ)ના રોજ તેઓને મોટા ઉત્સવપૂર્વક દીક્ષા આપવામાં આવી. સાધુજીવનનો ઓઘો મળતાં તેમનાં હૈયાં નાચી ઊઠ્યાં. જીવનનું આ એક મોટું પ્રસ્થાન થયું. ફલોદીના આ દીક્ષા મહોત્સવમાં એક સાથે એક જ પરિવારના પાંચ સભ્યો હતા. અક્ષયરાજનું નામ મુનિ શ્રી કલાપૂર્ણવિજય રાખવામાં આવ્યું. એમનાં પત્ની રતનબહેનનું નામ સાધ્વી શ્રી સુવર્ણપ્રભાશ્રીજી રાખવામાં આવ્યું. એમના બંને દીકરાઓ મુનિ શ્રી કલાપ્રભવિજય અને મુનિ શ્રી કલ્પતરુવિજય થયા. મિશ્રી લાલજી બન્યા મુનિ શ્રી કલધીતવિજયજી. આમ એક સાથે પાંચ દીક્ષા થતાં ફલોદીની ધરતી પાવન થઈ ગઈ. ફલોદીના આ મોટા દીક્ષા મહોત્સવ પછી સંઘે સર્વને આગ્રહભરી વિનંતી કરી કે તેઓ બધાં ચાતુર્માસ પણ ત્યાં જ કરે. ગુરુઆજ્ઞા મળતાં તેઓનું ચાતુર્માસ ત્યાં જ થયું. આ પાંચે નવદીક્ષિતોમાંથી શ્રી કલાપૂર્ણ વિજયને તથા શ્રી કલધીતવિજયને શ્રી કનકસૂરિના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા. બંને બાલમુનિઓને શ્રી કલાપૂર્ણવિજયના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા. રતનબહેનસુવર્ણપ્રભાશ્રીજી સાધ્વી શ્રી સુનંદાશ્રીજીના શિષ્ય બન્યાં. એક અક્ષયરાજને દીક્ષા લેવાના ભાવ થયા, તેમાંથી કુલ પાંચ જણને તેવા ભાવ થયા એટલું જ નહિ, ફલોદીમાં ચાતુર્માસ પછી અક્ષયરાજના સાળા નથમલને પણ દીક્ષા આપવામાં આવી. ચાતુર્માસ પછી તેઓ સર્વે ફલોદીથી વિહાર કરતા કરતા ગુજરાતમાં રાધનપુર પધાર્યા. ત્યાં એમને પોતાના ગુરુ આચાર્ય શ્રી કનકસૂરિનાં દર્શન વંદન થતાં તેમના આનંદનો પાર ન રહ્યો. હવે વડી દીક્ષાની પણ તૈયારી થઈ અને વિ. સં. Jain Education International For Private & Personal Use Only. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 654 655 656 657 658 659 660 661 662 663 664