________________
६०४
પ્રભાવક સ્થવિરો
સવાર-સાંજ પ્રતિક્રમણ કરતા. ચાતુર્માસમાં રોજ સાંજે પ્રતિક્રમણ કર્યા પછી કેટલાક શ્રાવકો શ્રી લબ્ધિસૂરિ મહારાજ સાથે જ્ઞાનગોષ્ઠિ કરતા. એક વખત કોઈક શ્રાવકે પ્રશ્ન કર્યો કે “સાહેબજી! આ કાળમાં ત્યાગ, વૈરાગ્ય, સંયમ, વિશુદ્ધ આચારપાલનમાં અને ઉચ્ચ આત્મદશામાં ચડી જાય એવા મહાત્મા કોણ ?'
શ્રી લબ્ધિસૂરિ મહારાજે કહ્યું, “અમારી જાણમાં છે તે મુજબ વાગડ દેશોદ્ધારક પ. પૂ. શ્રી કનકસૂરિનું નામ એ માટે બોલાય છે.”
આ સાંભળતાં જ અક્ષયરાજને મનમાં થયું કે શ્રી કનકસૂરિ મહારાજને અવશ્ય મળવું જોઇએ. તે સમયે વિ. સં. ૨૦૦૯માં શ્રી કનકસૂરિ મહારાજ પાલીતાણામાં બિરાજમાન હતા. અક્ષયરાજે ઘરમાં વાત કરી. તેઓ પાલીતાણા જવા ઇચ્છે છે એ જાણીને એમના સસરા મિશ્રીલાલજીએ પણ સાથે આવવાની ઇચ્છા બતાવી. નક્કી થતાં તેઓ બંને પાલીતાણા પહોંચ્યા. શ્રી કનકસૂરિ મહારાજનાં દર્શનવંદન કર્યા. જોતાં જ કોઈ અત્યંત પવિત્ર મહાત્મા લાગે. અક્ષયરાજને થયું કે દીક્ષા લેવી હોય તો એમની પાસે જ લેવી. શ્રી કનકસૂરિ અને અક્ષયરાજ બંનેએ જાણે એક બીજાને મનોમન ઓળખી લીધા હોય એવું બન્યું. બંને એકબીજાના હૈયામાં વસી ગયા. એ વખતે અક્ષયરાજે દીક્ષા લેવા માટે ઇચ્છા પ્રગટ કરી. એમની યોગ્યતા જાણીને પ. પૂ. શ્રી કનકસૂરિજીએ સંમતિ આપી, પરંતુ તે પહેલાં શાસ્ત્રોનો અભ્યાસ કરવા જણાવ્યું.
અક્ષયરાજને જેમ દીક્ષાનો ભાવ થયો તેમ એમના સસરાને પણ દીક્ષા લેવાનો ભાવ થયો. ફલોદી આવીને અક્ષયરાજે ઘરે વાત કરી તો પત્ની રતનબહેને પણ દીક્ષા લેવાની પોતાની ભાવના વ્યક્ત કરી. બંને દીકરાઓએ પણ એ જ માર્ગે જવાનો પોતાનો સંકલ્પ જણાવ્યો.
આવો શુભ સંકલ્પ થતાં વેપાર ધંધો સંકેલાઈ ગયો અને રાજનાંદગાંવથી તેઓ અમદાવાદમાં આવીને વિદ્યાશાળામાં અભ્યાસ કરવા આવ્યા. તે વખતે
ત્યાં સંઘસ્થવર શ્રી સિદ્ધિસૂરિજી (બાપજી મહારાજ) બિરાજમાન હતા. એમની નિશ્રામાં ચાતુર્માસમાં તેઓ રહ્યા અને શ્રાવક તરીકે સાધુજીવનની તાલીમ લીધી. રતનબહેન ભાવનગર ગયાં અને ત્યાં સાધ્વી શ્રી નિર્મળાશ્રીજી પાસે રહીને અભ્યાસ કરવા લાગ્યાં. આ રીતે લગભગ એક વર્ષ તેઓ બધાંએ અભ્યાસ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org