________________
શ્રી કલાપૂર્ણસૂરિ મહારાજ
૬૦૩
મન વધારે વળ્યું. ધર્મનું શરણ એ જ જીવને માટે સાચું શરણ છે એવી શ્રદ્ધા વધુ દઢ થઈ.
એ અરસામાં રાજનંદગાંવમાં પ. પૂ. શ્રી વિજયવલ્લભસૂરિજીના એક શિષ્ય શ્રી રૂપવિજયજીનું ચાતુર્માસ હતું. રોજેરોજ વ્યાખ્યાનમાં જવાને લીધે એમનો પ્રભાવ અક્ષયરાજ ઉપર પડતો ગયો. તે સમયે મહારાજશ્રી પાસે “જૈન પ્રવચન આવતું. તેમાં પ. પૂ. શ્રી રામચંદ્રસૂરીશ્વરનાં પ્રવચનો છપાતાં. અક્ષયરાજને આ જૈન પ્રવચન” વાંચવામાં ખૂબ રસ પડ્યો અને પ. પૂ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજીનાં વચનોની એમના ઉપર ઘણી પ્રબળ અસર થઈ. મહારાજશ્રી રૂપવિજયજીનાં વ્યાખ્યાનો અને એમનો અંગત પરિચય વધવાને પરિણામે અક્ષયરાજને એટલો બધો ભાવોલ્લાસ થયો કે એમણે ચાતુર્માસમાં સોળ ઉપવાસ કર્યા એટલું જ નહિ, રૂપસાગર મહારાજની પ્રેરણા મળતી રહી એટલે વિ. સં. ૨૦૦૭માં એમણે સત્તાવીસ વર્ષની ભરયુવાન વયે આજીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું. ત્યારે હજુ એમને દીક્ષા લેવાના કોઈ ભાવ થયા ન હતા, પણ સંયમી જીવન જીવવાની પ્રખર ભાવના થઈ હતી. એમનાં પત્ની રતનબહેનનો પણ એમાં પૂરો સહકાર રહેલો હતો.
સંયમ ધારણ કરવાના પરિણામે રાજનંદગાંવમાં અક્ષયરાજનું ધર્મમય જીવન વિશેષ સમૃદ્ધ થતું જતું હતું. દરમિયાન એક ચાતુર્માસમાં ત્યાં ખરતરગચ્છના મુનિ શ્રી સુખસાગરજી પધાર્યા. એમણે અક્ષયરાજને દેવચંદ્રજી મહારાજનું સાહિત્ય વાંચવા આપ્યું. આગમસાર, અધ્યાત્મગીતા, વિચારરત્નસાર ઇત્યાદિ વાંચવા સાથે દેવચંદ્રજી મહારાજનાં સ્તવનોની ચોવીસી એમણે કંઠસ્થ કરી. તદુપરાંત ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ અને શ્રી આનંદઘનજી મહારાજની ચોવીસી પણ કંઠસ્થ થઈ ગઈ.
શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજનું સાહિત્ય વાંચીને અક્ષયરાજને આધ્યાત્મિક રુચિ જાગ્રત થઈ. પ્રભુભક્તિ સાથે કાયોત્સર્ગ અને ધ્યાનનો એમનો અભ્યાસ પણ વધતો ગયો.
એક દિવસ રાજનંદગાંવથી અક્ષયરાજ ફલોદી આવ્યા હતા. તે વખતે ફલોદીમાં પ. પૂ. શ્રી લબ્ધિસૂરિ મહારાજનું ચાતુર્માસ હતું. અક્ષયરાજ પોતાના નિત્યના નિયમ મુજબ દેરાસરે પૂજા કરવા જતા, વ્યાખ્યાનમાં બેસતા, સામાયિક કરતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org