________________
૬૨૨
પ્રભાવક સ્થવિરો
રહેવા-જમવાનું હતું. અક્ષયરાજ ત્યાં નોકરી કરતા, પણ સાથે સાથે પૂજા, સામાયિક, પ્રતિક્રમણ વગેરે પોતાની નિત્ય ધાર્મિક ક્રિયાઓ ચૂકતા નહિ. દુકાનના કામકાજમાંથી એ માટે સમય કાઢવો પડતો. એથી મોડું વહેલું થતું. એક દિવસ કામ એટલું બધું પહોંચ્યું કે રાતના બાર વાગી ગયા. પ્રતિક્રમણનો સમય તો
ક્યારનો વીતી ગયો હતો એટલે રાતના એક વાગે તેઓ સામાયિક કરવા બેઠા. શેઠ ઊંઘમાંથી વચ્ચે ઊયા. ત્યારે એ જોઈને તેઓ આશ્ચર્યમાં પડી ગયા. પછી તેમણે અક્ષયરાજને કારણ પૂછયું. દુકાનના કામકાજમાં પોતે પ્રતિક્રમણનો સમય ચૂકી ગયા એમ અક્ષયરાજે શેઠને જણાવ્યું. તે વખતે જ અક્ષયરાજની દઢ ધર્મશ્રદ્ધા જોઇને શેઠે કહ્યું, “કાલથી તમારે તમારા સમયે પ્રતિક્રમણ કરી લેવું. દુકાનનું ગમે તેટલું કામ હોય તો પણ પ્રતિક્રમણ ચૂકવું નહિ.”
અક્ષયરાજની ધર્મશ્રદ્ધા માટે અને ધર્માચરણ માટે શેઠશ્રી સંપતલાલને બહુ આદર હતો.
રાજનંદગાંવમાં થોડી બચત થતાં અક્ષયરાજે જુદું ઘર લીધું અને પોતાનાં પત્નીને બોલાવી લીધાં. ધંધાનો થોડો અનુભવ થયો એટલે એમણે પોતાનો સોનાચાંદીનો સ્વતંત્ર વેપાર ચાલુ કર્યો. પરંતુ એ ધંધામાં એટલી ફાવટ આવી નહિ અને કમાણી થઈ નહિ. એટલે સોનાચાંદીનો વેપાર છોડીને એમણે કાપડની દુકાન કરી.
અક્ષયરાજનાં ધર્મપત્ની રતનબહેન પોતાની નિત્ય ધર્મકરણી ચૂકતાં નહિ. દેવદર્શન, પૂજા, સામાયિક, પ્રતિક્રમણ ઇત્યાદિ તેમના જીવનમાં વણાઈ ગયાં હતાં. એમના ધર્મપરાયણ જીવનથી અક્ષયરાજને પણ પ્રેરણા અને પ્રોત્સાહન મળતાં હતાં.
અક્ષયરાજ અને રતનબહેનને બે સંતાનો થયાં. મોટા પુત્રનું નામ જ્ઞાનચંદ અને નાના પુત્રનું નામ આશકરણ રાખ્યું હતું.
દરમિયાન અક્ષયરાજે વતનમાં રહેતાં પોતાના વૃદ્ધ માતાપિતાને રાજનંદગાંવ બોલાવી લીધાં હતાં. પરંતુ વિ. સં. ૨૦૦૬માં ખમાબહેનનો અને વિ. સં. ૨૦૦૭માં પિતાશ્રી પાબુદાનભાઈનો સ્વર્ગવાસ થયો. આમ એક જ વર્ષના અંતરે માતાપિતા ચાલ્યાં જતાં અક્ષયરાજનું ચિત્ત જીવનની અસ્થિરતા, અનિત્યતા, ક્ષણભંગુરતાના વિચારે ચડી ગયું. હૃદયમાં વૈરાગ્યના રંગો પ્રગટ્યા. ધર્મ તરફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org