________________
૬૦૦
પ્રભાવક સ્થવિરો
હતા મુનિ શ્રી કલાપૂર્ણવિજય. હું અને મારાં પત્ની એ વાચનામાં બેઠાં હતાં તે વખતે જોયું હતું કે બંને મહાત્માઓ એક એક શબ્દની છણાવટ કેટલી બધી ઝીણવટપૂર્વક કરતા હતા. સમર્થ જ્ઞાની મહાત્માઓ બેઠા હોય અને વાચનાનું કાર્ય ચાલતું હોય ત્યારે ઝટ પૂરું કરવાની ઉતાવળ ન હોય, પણ સૂક્ષ્માર્થના ઊંડાણમાં જવાની અને તત્ત્વનું યથાર્થ મહત્ત્વ સમજવાની અખૂટ ધીરજ હોય.
મારા મિત્ર શ્રી શશિકાન્તભાઈ મહેતા પ. પૂ. શ્રી કલાપૂર્ણસૂરિજીની સ્થિરતા હોય ત્યાં દર્શન-વંદનાર્થે અથવા પવરાધના માટે ઘણી વાર જતા, મહારાજ શ્રી શંખેશ્વરમાં બિરાજમાન હતા ત્યારે શ્રી શશિકાન્તભાઈ સાથે આચાર્યશ્રી પાસે કેટલીક વાર જવાનો યોગ મને પ્રાપ્ત થયો હતો.
મારા વડીલ મિત્ર પંડિત શ્રી પનાલાલભાઈ ગાંધીને આચાર્યશ્રી કેટલીક વાર ચાતુર્માસ દરમિયાન સાધુ-સાધ્વીઓને સ્વાધ્યાય કરાવવા અથવા જ્ઞાનચર્ચા માટે બોલાવતા. એક વખત મહારાજશ્રીનું શંખેશ્વરમાં ચાતુર્માસ હતું ત્યારે મારે પનાલાલભાઈ સાથે જવાનું થયું હતું. ત્યારે મહારાજશ્રી પાસે આટલી ભીડ રહેતી નહિ. નિરાંતે બેસવા મળતું અને સારી જ્ઞાનગોષ્ઠી થતી.
છેલ્લે પાલીતાણામાં જ્યારે મહારાજશ્રીનું ચાતુર્માસ હતું ત્યારે મારા મિત્ર શ્રી મહાસુખભાઈ શાહની સાથે મહારાજશ્રીને વંદન કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. પરંતુ એ દિવસોમાં એટલી બધી ભીડ રહેતી હતી કે નિરાંતે વાત થઈ શકી નહોતી. મહારાજશ્રીની તેજસ્વી, પવિત્ર, વાત્સલ્યસભર મુખમુદ્રાનાં દર્શન કરવા માટે લોકોનો ઘણો ધસારો રહેતો હતો.
આમ પૂજ્ય મહારાજશ્રીને મળવાનું મારે ઘણી વાર થયું હતું, પરંતુ એમના સાન્નિધ્યનો જેટલો લાભ લેવો જોઇએ તે સંજોગવશાત્ હું લઈ શક્યો નહોતો. પ્રભુભક્તિ, જ્ઞાનચર્ચા અને ધ્યાનસાધના માટે એમની પાસેથી મૂલ્યવાન માર્ગદર્શન મળતું. પોતે રાજસ્થાનના વતની હતા, પણ યુવાન વયે કચ્છના વાગડ સમુદાયમાં દીક્ષિત થયા હતા અને ઠેઠ દક્ષિણ ભારત સુધી ઘણા પ્રદેશોમાં વિચર્યા હતા. કચ્છના વાંકી તીર્થ સહિત એમના હસ્તે ધર્મ પ્રભાવનાનાં અનેક મોટાં કાર્યો થયાં હતાં.
શ્રી કલાપૂર્ણસૂરિજીનો જન્મ વિ. સં. ૧૯૮૦ના વૈશાખ સુદ ૨ના દિવસે રાજસ્થાનમાં ફલોદી નગરમાં થયો હતો. એમના પિતાશ્રીનું નામ પાબુદાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org