________________
[૨૫]
શ્રી કલાપૂર્ણસૂરિ મહારાજ
વર્તમાન સમગ્ર જૈન શાસનના સર્વોચ્ચ મહાત્માઓમાં જેમને અચૂક સ્થાન આપી શકાય એવા અધ્યાત્મયોગી, પ્રશાન્તમૂર્તિ, ગીતાર્થ આચાર્ય ભગવંત શ્રી વિજયકલાપૂર્ણસૂરિ મહારાજ સાહેબ રાજસ્થાનમાં ફલોદીમાં ચાતુર્માસ કરીને ગુજરાત-શંખેશ્વર તીર્થ તરફ પધારી રહ્યા હતા ત્યારે વિહારમાં જ ઝાલોર પાસે ૭૮ વર્ષની વયે કાળ ધર્મ પામ્યા. એમના પાર્થિવ દેહને શંખેશ્વર તીર્થની પવિત્ર ભૂમિમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.
સ્વ. આચાર્ય ભગવંતે વિ. સં. ૨૦૧૦માં દીક્ષા લીધી હતી અને વિ. સં. ૨૦૫૮માં તેઓ કાળધર્મ પામ્યા. આ સાડા ચાર દાયકાથી અધિક સમયની એમની સંયમયાત્રામાં એમના હસ્તે સ્વપકલ્યાણની અનેક ઉત્તમ પ્રવૃત્તિઓ થઈ છે. એમણે પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું એટલું જ નહિ પોતાના પરિવારના સભ્યોને પણ સંયમના માર્ગે આરોહણ કરાવ્યું અને બીજા અનેક જીવોને પણ વ્રત-સંયમનું દાન આપીને મોક્ષમાર્ગની પ્રેરણા આપી હતી. એમને હાથે કેટલી બધી દીક્ષાઓ થઈ હતી ! કચ્છ વાગડ સમુદાયના અઢીસોથી અધિક સાધુ-સાધ્વીઓના તેઓ નાયક બન્યા હતા.
સ્વ. પ. પૂ. શ્રી કલાપૂર્ણસૂરિ મહારાજ, નવકારમંત્રના અનન્ય આરાધક, મૈત્રી વગેરે ભાવનાઓને જીવનમાં ચરિતાર્થ કરનાર પ. પૂ. પંન્યાસજી મહારાજશ્રી ભદ્રંકરવિજયજીના સાચા ઉત્તરાધિકારી થયા હતા. પ. પૂ. શ્રી પંન્યાસજી મહારાજનો આધ્યાત્મિક વારસો એમણે સાચવ્યો અને શોભાવ્યો છે. પ. પૂ. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ અને પ. પૂ. શ્રી કલાપૂર્ણસૂરિ મહારાજ જેવી જોડી જવલ્લે જ જોવા મળે. જૈન શાસન ઉપર તેમનો ઉપકાર અસીમ રહ્યો છે.
શ્રી કલાપૂર્ણવિજયજીને પહેલી વાર મેં જોયા હતા પાલિતાણામાં. ત્યારે ૫. પૂ. શ્રી માનતુંગસૂરિજીની નિશ્રામાં આગમ વાચનાનો કાર્યક્રમ ચાલતો હતો. આચાર્ય મહારાજ પાટ પર બેઠા હતા અને નીચે બધા સાધુ-સાધ્વીઓમાં અગ્રેસર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org