________________
૫૯૬
પ્રભાવક સ્થવિરો
પણ બને. ઘોડાને પણ ચણા બહુ ભાવે અને કાગડા-કબૂતરને પણ બહુ ભાવે.” એ વાંચીને મહારાજશ્રીને થયું કે સ્વાદ ઉપર જો સંયમ મેળવવો હોય તો ચણાનો ત્યાગ કરવો જોઇએ. આ રીતે એમણે ચણા કે એની વાનગીઓનો ત્યાગ કર્યો.
ત્યારપછી મહારાજશ્રીએ દૂધ અને દહીં, ખાંડ અને મીઠું પણ છોડ્યાં. તેલ છોડ્યું. દ્વિદળ છોડ્યાં. બાફેલાં શાકભાજી લેતા. આયંબિલ જેવું ખાતા. ઉણોદરી કરતા. મધ્યાહ્ન પછી, બાર વાગ્યા પછી એક વાર આહાર લેતા. સાંજે ઘણું ખરું આહાર લેતા નહિ. આ રીતે એમણે જીવનપર્યત રસત્યાગની તપશ્ચર્યા કરી હતી.
મુંબઈમાં ઓપરેશન પછી મહારાજશ્રીએ ૧૯૮૨માં દેવલાલીમાં ચાતુર્માસ કર્યું. ત્યાં એમની તબિયત સારી રહી. એમની પ્રેરણાથી વૃદ્ધ સાધુ-સાધ્વીઓના સ્થિરવાસ માટે “વર્ધમાન મહાવીર સેવા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી જેનો લાભ ઘણાં સાધુ-સાધ્વીઓ આ જ દિવસ સુધી લેતાં રહ્યાં છે. દેવલાલી પછી મહારાજશ્રીએ રાજસ્થાનમાં વિહાર-ચાતુર્માસ જુદે જુદે સ્થળે કર્યા, પરંતુ વિશેષ સ્થિરતા તો એમની પ્રેરણાથી સ્થપાયેલી સંસ્થા ધી વર્ધમાન મહાવીર કેન્દ્રમાં જ જીવનના અંત સુધી રહી હતી.
પૂ. મહારાજશ્રી મિતભાષી હતા અને દર મંગળવારે મૌન પાળતા. એમને વંદન કરવા દૂર દૂરથી આવેલા માણસો નિરાશ ન થાય એટલે પ્રત્યેક ચાતુર્માસ અગાઉ પત્રિકા બહાર પાડીને તેઓ જણાવી દેતા કે પોતાને મંગળવારે મોન હોય છે માટે એ દિવસે બોલશે નહિ. વળી રોજેરોજ કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી તેઓ ભક્તોને મળશે તે પણ પત્રિકામાં જણાવી દેતા. આથી ભક્તોને અનુકૂળતા રહેતી અને મહારાજશ્રી પોતે પણ પોતાના સમયમાં નિયમિત સ્વાધ્યાય કરી શકતા. આથી જ આગમગ્રંથોના સંશોધન-સંપાદનનું અને ચારે અનુયોગનું હજારો પાનાંનું લેખન અને હિંદી અનુવાદનું કાર્ય તેઓ કરી શક્યા હતા.
મહારાજશ્રી સ્થાનકવાસી સંપ્રદાયના હતા. એ સંપ્રદાય પ્રત્યે એમની નિષ્ઠા પૂરેપૂરી હતી, પરંતુ પૂ. દેવેન્દ્રમુનિ શાસ્ત્રીએ લખ્યું છે તે પ્રમાણે કહૈયાલાલજી મહારાજ અન્ય જૈન સંપ્રદાયની કે અન્ય ધર્મની ટીકા કે નિંદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org