________________
શ્રી કનૈયાલાલજી મહારાજ
૧૯૭૯-૧૯૮૦માં મુંબઈનાં બે ચાતુર્માસ દરમિયાન મહારાજશ્રીને બે તેજસ્વી સાધ્વીજીઓનો પરિચય થયો. એ બે તે શ્રી મુક્તિપ્રભાશ્રીજી અને શ્રી દિવ્યપ્રભાશ્રીજી. એ બંનેને એમના પીએચ.ડી.ના વિષયો-(૧) જૈન યોગ અને (૨) અરિહંતમાં મહારાજશ્રીએ ઘણું સારું માર્ગદર્શન આપ્યું અને બંનેને પીએચ.ડી.ની ડિગ્રી મળી. ત્યારથી આ બંને મહાસતીજીઓએ પોતાની શિષ્યાઓ સાથે આબુમાં કેટલાંક વર્ષ રહીને મહારાજશ્રીને એમના અનુયોગના કાર્યમાં ઘણી મદદ કરી હતી. શ્રી મુક્તિપ્રભાશ્રીજી તો મહારાજશ્રીના અંતકાળ વખતે પણ પાસે જ હતાં.
મહારાજશ્રીએ ઘી-તેલ, સાકર, મીઠું, દ્વિદળ વગેરેનો ત્યાગ કર્યો હતો. મહારાજશ્રીએ ઘી ખાવાનું છોડી દીધું તે એ વિગઈ છે એટલા માટે જ માત્ર નહિ, પણ શુદ્ધ ઘી વિશે શંકા જતાં એ કાયમનું છોડી દીધું. એ વિશે એમણે પોતે જ કહ્યું છે કે એક વખત તેઓ આગરામાં પૂ. કવિ શ્રી અમરમુનિ સાથે હતા. એક દિવસ તેઓ રસ્તામાં જતા હતા ત્યારે એક સરદારજી એક હૃષ્ટપુષ્ટ ડુક્કરને પકડીને ખેંચી જતા હતા. ડુક્કરની જવાની મરજી નહોતી એટલે ચીસાચીસ કરતું હતું. મહારાજશ્રીએ દયાભાવથી સરદારજીને તેમ ન કરવા કહ્યું અને કારણ પૂછ્યું તો સરદારજીએ કહ્યું કે પોતે ડુક્કરને મારીને એની ચરબી કાઢવા માગે છે. ચરબીની શી જરૂર છે એવો પ્રશ્ન થતાં સરદારજીએ કહ્યું કે એ ચરબી પોતે ઘીમાં ભેળવવા માગે છે જેથી સારી કમાણી થાય. ઘીમાં ચરબીની વાસ ન આવે? એવા પ્રશ્નના જવાબમાં સરદારજીએ કહ્યું કે પોતે એમાં શુદ્ધ ઘીનું એસેન્સ ભેળવે છે. એમ કહી સરદારજીએ ઘરમાંથી ઘી લાવીને બતાવ્યું. એ સૂંઘતાં કોઈને ય શંકા ન જાય. મહારાજશ્રીને લાગ્યું કે આવું ચરબીવાળું ઘી તો કેટલાંયે ઘરોમાં પહોંચી જતું હશે. કદાચ પોતાના ખાવામાં પણ આવી જાય. તરત જ એમણે સંકલ્પ કર્યો કે હવેથી ઘી કે ઘીવાળી વાનગી વગેરે ન ખાવાં, ન વહોરવાં.
૫૯૫
મહારાજશ્રી જિહ્વા૨સ પર સંયમ મેળવવા, રસત્યાગ કરવા ઇચ્છતા હતા. એક વખત એમના વાંચવામાં આવ્યું કે ઔરંગઝેબે શાહજહાંને પ્રશ્ન કર્યો કે ‘બધાં અનાજમાં શ્રેષ્ઠ કયું ?' શાહજહાંએ કહ્યું કે ‘ચણા, કારણ કે તે સૌથી વધુ સ્વાદિષ્ટ છે. એમાંથી મીઠાઇઓ પણ બને અને નમકીન વસ્તુઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org