________________
શ્રી કયાલાલજી મહારાજ
૫૯૧
મહારાજ એ બે ગુરુબંધુઓ બિરાજમાન હતા. તેઓ તેમને મળવા ગયા. જૈન મુનિ મહારાજને જોવાનો કન્ડેયાલાલનો આ પહેલો જ પ્રસંગ હતો. પ્રતાપચંદજી મહારાજને આઠ વર્ષના આ બાળક માટે પૂર્વના કોઈ ત્રણાનુબંધથી વિશેષ લાગણી થઈ. બાળકને પોતાની પાસે રાખવા અને અધ્યયન કરાવવાની દરખાસ્ત
મૂકી.
અનાથ બાળકના અધ્યયન અને નિર્વાહની જવાબદારીનો પ્રશ્ન જો આમ ઉકલી જતો હોય તો તે વાત શ્રી પૂનમચંદજીને તથા ચાન્ય સગાંઓને સંમત હતી. બાળકને પણ મુનિ મહારાજ સાથે રહેવાનું, વિહાર કરવાનું અને અધ્યયન કરવાનું ગમી ગયું. કન્ડેયાલાલે પીથાંવલા નામના ગામમાં શિક્ષણ મેળવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તેમને બારાખડી શીખવવામાં આવી. ત્યાર પછી તેમને માટે એક પંડિતજી રાખવામાં આવ્યા. બિહારીલાલ જોશી નામના એ પંડિતજીએ વ્યાકરણ શીખવવાનું શરૂ કર્યું. વ્યાકરણનો અભ્યાસ ચાલતો હતો ત્યાં પંડિતજીનું અચાનક અવસાન થયું અને અભ્યાસ અધૂરો રહ્યો. ત્યાર પછી ગુરુમહારાજ શાહપુરા નામના ગામે પધાર્યા. ત્યાં કિશોર કન્ડેયાલાલ માટે બીજા એક પંડિત શ્રી હરીશચંદ્રજીને રાખવામાં આવ્યા. મહારાજશ્રીએ પાંચ વર્ષ શાહપુરામાં રહીને વ્યાકરણ વગેરેનો સારો અભ્યાસ કરી લીધો. પંડિતજીને ત્યારે મહિને ચાર રૂપિયાનો પગાર અપાતો હતો અને સંઘ એની વ્યવસ્થા કરતો હતો. શાહપુરામાં ત્યારે શ્રાવકોનાં સવાસો ઘર હતાં. એ દિવસોમાં શાહપુરા રામસ્નેહી સંપ્રદાયનું મુખ્ય કેન્દ્ર હતું. વળી ત્યાં આર્યસમાજીઓનાં ઘણાં ઘર હતાં. રામસ્નેહી સંપ્રદાયના અને આર્યસમાજના સાધુસંન્યાસીઓ શાહપુરામાં આવતા અને પ્રવચન આપતા. કિશોર કન્ડેયાલાલને ત્યાં જવા આવવાની છૂટ હતી. ગુરુ મહારાજ શ્રી પ્રતાપચંદજી તથા એમના ગુરુબંધુ શ્રી ફતેહચંદજી ઉદાર મનના હતા. બ્રાહ્મણ કુળના કિશોર કન્ડેયાલાલનું મન ફરી જાય એવી ધાસ્તી તેઓને નહોતી. વસ્તુતઃ ફતેહચંદજી મહારાજ પોતે પણ બ્રાહ્મણ કુળના હતા. એટલે તેઓ જ તેમને બધે જવા માટે ભલામણ કરતા અને શિખામણ આપતા કે બધાનું સાંભળવું અને સમજવા પ્રયાસ કરવો.
કિશોર કન્ડેયાલાલે આ રીતે બધું મળીને અગિયાર વર્ષ અભ્યાસ કર્યો. ત્યાર પછી અઢાર વર્ષની વયે એમને વિ. સં. ૧૯૮૮માં વૈશાખ સુદ ૬ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org