________________
૫૯૨
પ્રભાવક સ્થવિરો
રોજ સાંડેરાવ નગરમાં શ્રી ફતેહચંદજી મહારાજના હસ્તે દીક્ષા આપવામાં આવી હતી. એ વખતે મરુધર કેશરીજી મહારાજ, છગનલાલજી મહારાજ, ચાંદમલજી મહારાજ, શાર્દૂલસિંહજી મહારાજ વગેરે મોટા મોટા સંતો ઉપસ્થિત રહ્યા હતા.
દીક્ષાને દિવસે એક ચિંતાજનક ઘટના બની હતી. સાંડેરાવ ગામમાં દીક્ષાનો વરઘોડો નીકળ્યો હતો. હજારો માણસ એમાં જોડાયા હતા. કન્ડેયાલાલજીને શણગારીને એક ઘોડા પર બેસાડવામાં આવ્યા હતા. વરઘોડાને અંતે દીક્ષાની વિધિ હતી. હવે બન્યું એવું કે જે સ્વયંસેવકો લોકોને આગળ આવતા અટકાવવા માટે હાથમાં લાંબું દોરડું રાખતા હતા એ દોરડામાં જ ઘોડાનો પગ ફસાયો. ઘોડો ભડક્યો અને દોડતો ગામ બહાર ભાગ્યો. ઉપર બેઠેલા કન્ડેયાલાલ ગભરાયા. એમણે રસ્તામાં આવતા એક ઝાડની ડાળી પકડી લીધી અને લટકી પડ્યા. ત્યાં તો ડાળ તૂટી ગઈ. ઘોડો આગળ દોડતો નીકળી ગયો. કન્વેયાલાલના હાથપગ છોલાયા. જાંઘમાં એક પાતળી ડાળી ઘૂસી ગઈ. હાથની એક આંગળીનું હાડકું ખસી ગયું. લોકો દોડી આવ્યા. એમને ઊંચકીને તળાવના કિનારે ભીમનાથના મંદિરમાં લઈ આવ્યા અને તરત મલમપટ્ટા વડે સારવાર કરવામાં
આવી.
- હવે પ્રશ્ન એ ઊભો થયો કે કન્ડેયાલાલને દીક્ષા આપવી કે નહિ? એક મત એવો પડ્યો કે આવી દુર્ઘટના બની છે તો મુહૂર્ત સારું નહિ હોય, માટે દીક્ષા ન આપવી. બીજો મત એવો પડ્યો કે મુહૂર્ત સારું હતું માટે તો તે જીવથી બચી ગયા. નહિ તો આમાં મોત નિશ્ચિત આવી જાય. માટે દીક્ષાના સમયમાં ફેરફાર ન કરવો. આ વિવાદમાં દીક્ષાર્થીનો મત લેવાનું પણ નક્કી થયું. દીક્ષાર્થીએ પણ એ માટે સંમતિ આપી. છેવટે એ પ્રમાણે જ નિર્ણય લેવાયો અને મુહૂર્ત પ્રમાણે દીક્ષા આપવામાં આવી.
દીક્ષા મહોત્સવ પછી ત્યાંથી વિહાર કરી તેઓ સોજત રોડ આવ્યા. દીક્ષા પછી સાતમે દિવસે કહૈયાલાલને દીક્ષા આપવામાં આવી.
શાહપુરા પછી પૂ. શ્રી કન્ડેયાલાલજી મહારાજશ્રીએ વ્યાવરમાં પંડિત શોભાચંદ્ર ભારિલ્લ પાસે અભ્યાસ કર્યો હતો. તે સમયે એમની સાથે મધુકરમુનિજી, પુષ્કરમુનિજી તથા લાલચંદજી મહારાજ પણ પંડિતજી પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org