________________
[૨૩]
શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ
પરમ પૂજ્ય જૈન ભારતી, મહત્તરા સાધ્વીરત્ન શ્રી મૃગાવતીજી શુક્રવાર તા. ૧૮મી જુલાઈ, ૧૯૮૬ના રોજ દિલ્હીમાં વલ્લભ સ્મારકના સ્થાનમાં સવારે આઠ વાગે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. આગલા દિવસથી જ એમને પોતાની અંતિમ ઘડીનો અણસાર આવી ગયો હતો. એ સમયે ત્યાં ઉપસ્થિત રહેલા લોકોની, અને કેટલાકને વ્યક્તિગત નામ દઇને, એમણે ક્ષમાપના કરી લીધી અને પછી આત્મસમાધિમાં લીન થઈ ગયાં. બીજે દિવસે, ૬૧ વર્ષની ઉંમરે તેઓ કાળધર્મ પામ્યાં. તેર વર્ષની ઉંમરે દીક્ષા લઈ અડતાલીસ વર્ષના દીક્ષાપર્યાય દરમ્યાન એમણે શાસનોતિનાં ઘણાં કાર્યો કર્યાં. એમના કાળધર્મથી એક તેજસ્વી સાધ્વીરત્નની આપણને ખોટ પડી છે.
તેમના કાળધર્મના સમાચાર દિલ્હીમાં અને ભારત ભરમાં રેડિયો, ટી.વી. અને તાર દ્વારા પ્રસરી ગયા. એમની અંતિમ યાત્રા માટે ગામેગામથી અનેક લોકો આવી પહોંચ્યા. એમના પાર્થિવ દેહને દિલ્હીમાં વલ્લભ સ્મારક ખાતે જ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો.
તેમના કાળધર્મના સમાચાર દિલ્હીમાં અને ભારતભરમાં રેડિયો, ટી.વી. અને તાર દ્વારા પ્રસરી ગયા. એમની અંતિમ યાત્રા માટે ગામેગામથી અનેક લોકો આવી પહોંચ્યાં. એમના પાર્થિવ દેહને દિલ્હીમાં વલ્લભ સ્મારક ખાતે જ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો.
એક મહાન જ્યોતિ સ્થૂળ રૂપે ભૂતકાળમાં વિલીન થઈ ગઈ; સૂક્ષ્મ રૂપે એ જ્યોતિ અનેકનાં હૈયાંમાં ચિરકાળ પર્યંત પ્રકાશતી રહેશે !
પૂજ્ય શ્રી મૃગાવતીશ્રીજી એટલે વર્તમાન સમયના સાધ્વીગણોમાં એક પરમ તેજસ્વી પ્રતિભા. સૈકાઓમાં ક્યારેક જોવા મળે એવી એમની અનોખી વિરલ પ્રતિભા હતી. અંગત સંપર્કમાં આવ્યા હોઈએ તો એની સવિશેષ પ્રતીતિ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org