Book Title: Prabhavaka Sthaviro
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 632
________________ શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ ૫૮૩ હોશિયારપુર, ચંદીગઢ, લહેરા, માલેરકોટલા જેવાં મુખ્ય નગરો ઉપરાંત માર્ગનાં બીજાં નાનાં ગામોમાં પણ અનેક જૈન કુટુંબો સાથે પૂજ્ય મૃગાવતીજીનો સંપર્ક અત્યંત ગાઢ રહ્યો હતો. પૂજ્ય મૃગાવતીજીની એક વિશિષ્ટતા એ હતી કે તેઓ નાનાં-મોટાં સૌને નામથી ઓળખે. એક વખત મળે એટલે એમના સ્મૃતિપટ પર એ વ્યક્તિનું નામ અંકિત થઈ જાય. કેટલાંક કુટુંબોમાં બાર-પંદર સભ્યો હોય તો તે બધાંને મગાવતીજી નામથી ઓળખે અને એમાંની એકાદ વ્યક્તિ ક્યારેક એમને વંદન કરવા જાય તો તેઓ આખા કુટુંબનાં બધાં સભ્યોનાં નામ દઈને બધાંની ખબરઅંતર પૂછે અને બધાંને ધર્મલાભ કહેવડાવે. એમાં વયોવૃદ્ધ વડીલોનાં નામ પણ હોય અને બે–ચાર વર્ષનાં નાનાં બાળકોનાં નામ પણ હોય. આથી જ પંજાબમાં કેટલાંય કુટુંબોના સભ્યોને પૂજ્ય મૃગાવતીજી પાસે વારંવાર દોડી જવાનું મન થાય. મળીને વંદન કરે ત્યારે એટલી આત્મીયતા અનુભવાય. પૂજ્ય મૃગાવતીજીને જાહેર કાર્યમાં પોતાને ધાર્યા કરતાં ઘણી વધારે સફળતા મળતી, તેનું કારણ અનેકાનેક વ્યક્તિઓ સાથેની આ તેમની નિઃસ્વાર્થ પ્રેમપરાયણ આત્મીયતા હતી. હિમાચલ પ્રદેશમાં કાંગડા તીર્થમાં ચાતુર્માસ હતાં ત્યારે હું મારાં પત્ની અને દીકરી ચિ. શૈલજા સાથે ત્યાં ગયો હતો. અમારી દીકરીનો એમને પહેલી વાર પરિચય થયો, છતાં ત્યારથી જ્યારે જ્યારે મળ્યો છું ત્યારે ત્યારે ચિ. શૈલજાને એનું નામ દઈને તેઓ અચૂક યાદ કરે. અમારો પુત્ર ચિ. અમિતાભ અમેરિકામાં અભ્યાસ કરે છે અને એમને ક્યારેય મળ્યો નથી. છતાં દરેક વખતે એને પણ એના નામ સાથે યાદ કરે. પત્રમાં પણ એના નામનો ઉલ્લેખ કરે. પોતાને મળી હોય કે ન મળી હોય એવી અનેક વ્યક્તિઓનાં નામ યાદ રાખવાની એમની ગજબની શક્તિ હતી. એમની સ્મૃતિ એવી હતી કે એમને લગભગ સાઠ હજાર જેટલી ગાથાઓ કંઠસ્થ હતી. પૂજ્ય મૃગાવતીજીના પવિત્ર જીવનનો એવો પ્રભાવ હતો કે ઉપાધિવાળા કેટલાક લોકો એમના સાનિધ્યમાં શાંતિ અનુભવતા. કંઈક આપત્તિ આવી પડી હોય, કંઈક વ્યક્તિગત કે કૌટુમ્બિક પ્રશ્નો હોય અને એમની પાસે જઈને માણસ વાસક્ષેપ નખાવે અને માંગલિક સાંભળી આવે તો પોતાના પ્રશ્નો ઊકલી ગયા હોય એવા અનુભવની વાતો ઘણા પાસેથી મને સાંભળવા મળી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664