________________
૫૮૨
પ્રભાવક સ્થવિરો
ગઈ હતી. પોતાના ગુરુવર્યને અનુસરીને મૃગાવતીજીએ પણ પંજાબ અને દિલ્હીને પોતાનાં કાર્યક્ષેત્ર બનાવી દીધાં હતાં. એમના એક શિષ્યા સુયેષ્ઠાશ્રીજી ગુજરાતી હતાં, જે થોડા સમય પહેલાં કાળધર્મ પામ્યાં. એમનાં બીજાં શિષ્યા સુવ્રતાશ્રીજી પંજાબનાં, ત્રીજા શિષ્યા સુયશાશ્રીજી કચ્છનાં અને ચોથાં શિષ્યા સુપ્રજ્ઞાશ્રીજી પંજાબનાં. આ ચારેય શિષ્યાઓ સાથે મૃગાવતીજીને નિહાળીએ ત્યારે ભાષા કે પ્રદેશના બધા જ ભેદો વિગલિત થઈ ગયા હોય એવી સરસ આદર્શરૂપ એકતા, એકરૂપતા એ બધાંમાં જોવા મળે. જૈન ધર્મની હજારો વર્ષથી ચાલતી આવેલી આ એક વિશિષ્ટ લાક્ષણિકતા છે. અન્ય આચાર્ય ભગવંતોના સમુદાયમાં અને અન્ય ધર્મોમાં પણ આવી લાક્ષણિકતા જોવા મળશે. આધ્યાત્મિક માર્ગે ગયેલો માણસ નિમ્ન કક્ષાના ભેદ-પ્રભેદથી કેટલો અલિપ્ત અને ઉચ્ચ રહી શકે છે અને થઈ શકે છે તેનું આ એક અનુપમ ઉદાત્ત નિદર્શન છે.
પૂ. મૃગાવતીશ્રીજીના કાળધર્મ પછી એક વાર પૂ. સાધ્વીશ્રી સુવ્રતાશ્રીજી સાથે વાત થઈ ત્યારે ગળગળાં થઈ એમણે મને પોતાનો અનુભવ કહ્યો હતો. એમણે કહ્યું કે પોતે જ્યારે મૃગાવતીશ્રીજી પાસે દીક્ષા લેવાની વાત કુટુંબમાં કરી ત્યારે સગાંસંબંધીઓએ તેનો વિરોધ કરતાં કહ્યું કે “તું ગુજરાતી સાધ્વી પાસે શા માટે દીક્ષા લે છે? તેઓ ગુજરાતી-પંજાબીનો ભેદભાવ કરશે અને ગુજરાત બાજુ વિહાર કરી જશે તો તને ફરી પંજાબ જોવા નહિ મળે. પરંતુ હું મારા નિર્ણયમાં મક્કમ હતી. કારણ કે મને મૃગાવતીશ્રી મહારાજના પરિચયમાં એવું ક્યારેય લાગ્યું નહોતું. મેં એમની પાસે દીક્ષા લીધી ત્યારથી તેઓ કાળધર્મ પામ્યાં ત્યાં સુધી એક દિવસ તો શું, એક ક્ષણ પણ મને એવો અનુભવ થવા દીધો નથી કે પોતે ગુજરાતી છે અને હું પંજાબી છું, એમનો આત્મા એવો મહાન ઊંચી દશાનો હતો. એમની પાસે દીક્ષા લઈને હું તો ધન્ય થઈ ગઈ છું અને જે સગાંસંબંધીઓએ ત્યારે વિરોધ કર્યો હતો તેઓ પણ પછીથી તો પૂ. મૃગાવતીશ્રીજી પાસે મેં દીક્ષા લીધી એથી બહુ રાજી થઈ ગયાં હતાં.”
છેલ્લાં કેટલાંક વર્ષોથી પૂજ્ય મૃગાવતીજીનો વિહાર પંજાબમાં રહ્યો હતો. પૂજ્ય આત્મારામજી મહારાજ અને પૂજય વલ્લભસૂરિજી મહારાજનું મુખ્ય કાર્યક્ષેત્ર પંજાબ રહ્યું હતું. એથી એમના સમુદાયનાં એક મુખ્ય સાધ્વી પૂજ્ય મૃગાવતીજીનું કાર્યક્ષેત્ર પણ વિશેષપણે પંજાબ રહે એ સ્વાભાવિક છે. લુધિયાણા, જલંધર, અંબાલા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org