________________
૫૮૬
પ્રભાવક સ્થવિરો
હોસ્પિટલનાં બીજાનાં વાપરેલાં સાધનો-થર્મોમીટર, ઈજેક્શનની સીરીંજ, બ્લડપ્રેશર માપવાનું યંત્ર વગેરે ન વાપરતાં પોતાનાં અલગ રખાવ્યાં હતાં. પોતાની પાટ જુદી રખાવી હતી. ઓપરેશન વખતે પોતાને કોઈનું પણ લોહી ચડાવવામાં ન આવે તે માટે ખાસ સૂચના આપી હતી. ઑપરેશન પછી ડૉક્ટરે કહ્યું હતું કે શરીરે પરસેવો ન થવો જોઈએ અને તે માટે પંખો વાપરવો પડશે. પરંતુ મૃગાવતીજીએ તેની પણ ના પાડી હતી. હોસ્પિટલમાં પોતાની જગ્યા એવી પસંદ કરાવી હતી કે જ્યાંથી રોજ સવારના જિનમંદિરના શિખરનાં દર્શન થઈ શકે. હોસ્પિટલના કેટલાયે દાક્તરો, નર્સો, અન્ય દર્દીઓ વગેરે રોજ તેમની પાસે વાસક્ષેપ નખાવવા આવતાં. ઓપરેશન પછી હૉસ્પિટલમાંથી જ્યારે તેમને રજા આપવામાં આવી ત્યારે પણ લિફ્ટ, સ્ટ્રેચર કે વાહનનો ઉપયોગ તેમણે નહોતો કર્યો. રસ્તામાં ચાલતાં ચાલતાં તેઓ થાકી જાય તો શિષ્યા-સાધ્વીજીનો ટેકો લઈ ઊભાં રહેતાં. એમ ધીમે ધીમે વિહાર કરી દિલ્હીમાં દરિયાગંજથી રૂપનગર પાંચ દિવસે તેઓ પહોંચ્યાં હતાં.
રવિવાર, તા. ૧પમી જૂન ૧૯૮૬ના રોજ દિલ્હીમાં સંક્રાંતિના દિવસ નિમિત્તે તેમજ સ્વર્ગસ્થ પૂજ્ય આત્મારામજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તે પ્રસંગે મારા મિત્ર શ્રી શૈલેશભાઈ કોઠારી સાથે ત્યાં મારે ઉપસ્થિત રહેવાનું થયું હતું. એ પ્રસંગે બે દિવસ પૂજ્ય મૃગાવતીજી પાસે બેસવાનું સદ્ભાગ્ય સાંપડ્યું. પોતાને કેન્સરનો વ્યાધિ થયો છે અને દિવસે દિવસે આયુષ્ય ક્ષીણ થતું જાય છે એ વિશે પોતે સ્વસ્થતાપૂર્વક, સમતાપૂર્વક સભાન હતાં એ એમની વાતચીત પરથી સ્પષ્ટ થતું હતું. કેન્સરના વ્યાધિને કારણે તેમને શારીરિક પીડા અસહ્ય રહેતી. થોડુંક બોલતાં હાંફ ચડી જતો. પંદર-પચીસ મિનિટથી વધારે બેસી શકાતું નહિ, તરત સૂઈ જવું પડતું. વળી પાછી સ્વસ્થતા આવે એટલે બેઠાં થાય. વાતચીત કરે. કાને ઓછું સંભળાતું એટલે બીજાઓને મોટેથી બોલવાનું કહેતાં. એ પણ બરાબર ન સમજાય એટલે એમની શિષ્યાઓ એમના કાન પાસે મોટેથી ફરીથી તે તે વાક્યો બોલે અને મૃગાવતીજી તે પ્રમાણે પ્રસન્ન વદને ઉત્તર આપે. એમની શારીરિક અસ્વસ્થતા આટલી બધી હોવા છતાં એમનું આત્મિક બળ ઘણું મોટું હતું. આગલે દિવસે બહારગામથી પધારેલાં ઘણાંબધાંની સાથે સતત વાતચીત કરવાનો પરિશ્રમ થયો હતો. સંક્રાંતિના દિવસે એમની નિશ્રામાં સ્મારક પરનાં જિન મંદિર માટેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org