Book Title: Prabhavaka Sthaviro
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 630
________________ શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ ૫૮૧ મૃગાવતીજીની પ્રેરણાનું પરિણામ છે. એમની પ્રેરણાથી સંવત ૨૦૧૦માં અંબાલામાં “વલ્લભવિહાર' નામના સમાધિ- મંદિરનું નિર્માણ થયું હતું. એમના ઉપદેશથી પંજાબમાં જરિયા, લહેરા વગેરે સ્થળોએ જિનાલય, ઉપાશ્રય, ગુરુમંદિર, કીર્તિસ્તંભ, હોસ્પિટલ, હાઈસ્કૂલ વગેરે થયાં છે. એમની પ્રેરણાથી દિલ્હીમાં વલ્લભ સ્મારકનું નિર્માણ થયું. વળી એ સ્મારકમાં “ભોગીલાલ લહેરચંદ જેન એકેડમી ઓફ ઇન્ડોલૉજિકલ સ્ટડીઝ'ની સ્થાપના કરવામાં આવી. મૃગાવતીજી પૂજય આત્મારામજી મહારાજ અને પૂજ્ય વિજયવલ્લભસૂરિ મહારાજના સમુદાયનાં હતાં, પરંતુ તેમનામાં સાંપ્રદાયિક સંકુચિતતા નહોતી. ઉદાર દૃષ્ટિથી જીવનમાં અનેકાન્તને ચરિતાર્થ કરનારાં તેઓ હતાં. દક્ષિણ ભારતના વિહાર દરમ્યાન દિગમ્બર તીર્થ મૂળબિદ્રીની યાત્રાએ તેઓ ગયાં હતાં. એ તીર્થના જીર્ણોદ્ધાર માટે તેમણે અનેક લોકોને ઉપદેશ આપ્યો હતો. મૂર્તિપૂજક ફિરકાના હોવા છતાં, સ્થાનકવાસી કે તેરાપંથી સ્થાનકોમાં તેઓના કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત રહેતાં અને તે તે સમુદાયનાં સાધુ-સાધ્વીઓને ઉદારતાથી સામેથી મળવા જતાં. ચંદીગઢમાં હતાં ત્યારે તેમણે દિગમ્બર ઉપાશ્રયમાં રહી ચાતુર્માસ કર્યું હતું. ત્યાં દિગમ્બરોને પણ એમની વિધિ અનુસાર એમના પર્યુષણ પર્વની (દશલક્ષણી પર્વની) આરાધના કરાવી હતી. પોતે તપગચ્છનાં હોવા છતાં, ખરતરગચ્છ, અંચલગચ્છના ધાર્મિક પ્રસંગો, શિબિરોમાં હાજરી આપતાં. આવા તો અનેક પ્રસંગો એમના જીવનમાં જોવા મળે છે. એમના અનુયાયીઓમાં પંજાબના કેટલાય હિન્દુઓ પણ હતા. એમની પ્રેરણાથી એવા કેટલાય પંજાબી હિન્દુઓએ રહેણીકરણીમાં માંસમદિરા છોડી જૈન ધર્મના આચાર અપનાવ્યા હતા. પંજાબમાં દહેજ વગેરેના કુરિવાજોને તિલાંજલિ આપવા માટે એમણે અનેક લોકોને ઉપદેશ આપ્યો હતો. પૂજ્ય મૃગાવતીજી પોતે ગુજરાત-સૌરાષ્ટ્રનાં વતની હતાં, પરંતુ ભારતીય પરંપરામાં સાધુ-સાધ્વીઓના હૃદયમાં પ્રદેશભેદ હોતો નથી. પ્રદેશ, ભાષા, જાતિ ઇત્યાદિના ભેદોને તેઓ સહજ રીતે અતિક્રમી જાય છે. પૂજ્ય આત્મારામજી મહારાજ પંજાબના વતની હતા. છતાં જ્યારે તેઓ ગુજરાતમાં વિચર્યા ત્યારે ગુજરાતના થઈ ગયા. પૂજ્ય વલ્લભસૂરિ મહારાજ વડોદરાના વતની, પરંતુ તેઓ વિશેષપણે પંજાબમાં વિચર્યા. પંજાબીઓ સાથે એમની આત્મીયતા સધાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664