________________
પ્રભાવક સ્થવિરો
મહારાજશ્રીનો જન્મ તા. ૨૬-૮-૧૯૦૪માં એટલે કે વિ. સં.૧૯૬૦ના શ્રાવણની પૂર્ણિમાએ થયો હતો. શ્રાવણી પૂર્ણિમા એટલે બળેવનો દિવસ, પર્વનો મોટો દિવસ. આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધે. આ દિવસે દરિયાખેડુઓ શ્રીફળ વધેરી દૂર દૂર સુધી દરિયો ખેડવા જાય, કારણ કે હવે દરિયામાં વાવાઝોડાનો ભય નહિવત્ હોય.
મહારાજશ્રી કાળધર્મ પામ્યા તા. ૨૬-૩-૧૯૮૨ વિ. સં.ના ચૈત્ર સુદ એકમના રોજ. ચૈત્ર સુદ એકમ એટલે ગુડી પડવો. કેટલાક લોકોનું એ બેસતું વર્ષ. શક સંવત ગુડી પડવાથી ચાલુ થાય. આમ મહારાજશ્રીના જન્મ અને કાળધર્મના એમ બને દિવસો મોટા પર્વના દિવસો રહ્યા છે.
મહારાજશ્રીનો જન્મ શુક્રવારના દિવસે થયો હતો. એમણે દીક્ષા ગ્રહણ કરી એ દિવસ પણ શુક્રવારનો હતો અને તેઓ કાળધર્મ પામ્યા એ દિવસ પણ શુક્રવારનો હતો. આ પણ એક સુંદર યોગાનુયોગ કહેવાય.
- સ્વ. પૂ. શ્રી સંતબાલજી મહારાજ એક મહાન, ક્રાન્તિકારી સાધુ મહાત્મા હતા. અલબત્ત એમની ધર્મક્રાન્તિ વિશે વિભન્ન મત રહેવાના. એમના જીવન વિશે મણિભાઈ પટેલ, મીરાંબહેન, દુલેરાય માટલિયા, નવલભાઈ શાહ, અંબુભાઈ શાહ, મનુભાઈ પંડિત, બળવંતભાઈ ખંડેરિયા, ટી. યુ. મહેતા, ગુણવંત બરવાળિયા વગેરેએ પુસ્તકો લખ્યા છે.
જૈન સાધુ તરીકે મહારાજશ્રી ગોચરી, પાદવિહાર વગેરે કેટલાક આચારનું ચુસ્ત પાલન કરતા હતા, પણ બીજા કેટલાક આચારમાં એમણે પોતાના ધ્યેયને અનુલક્ષીને ફેરફારો કર્યા હતા. એમણે નિર્દભ અને નીડરપણે જાહેર નિવેદન કરીને એ માર્ગ અપનાવ્યો હતો. એટલે એમને સાંપ્રદાયિક ધોરણે મૂલવવા કરતાં તત્કાલીન વિશાળ સામાજિક સંદર્ભમાં મુલવવા જોઇએ.
એ વખતે દેશની આઝાદી માટે અને પ્રજાકલ્યાણ માટે સમગ્ર દેશમાં એવો મોટો જુવાળ આવ્યો હતો અને ગાંધીજીના જીવન અને કાર્યનો લોકો ઉપર એટલો મોટો પ્રભાવ પડ્યો હતો કે સંતબાલજી જેવા કેટલાય એમાં ખેંચાય એ સ્વાભાવિક હતું. એ કાળે કેટલા બધા જૈન સાધુઓએ ખાદી ધારણ કરી હતી.
જેનો આત્મધર્મ માટે, આત્મસાધના માટે, મોક્ષપ્રાપ્તિના ધ્યેય અર્થે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org