________________
૫૭૪
પ્રભાવક સ્થવિરો
એમણે રાખ્યું હતું. ‘વિશ્વવત્સલ મહાવીર’. આખું કાવ્ય જ્યારે લખાઈ ગયું ત્યારે એમણે મારી આગળ પ્રસ્તાવ મૂક્યો, ‘રમણભાઈ, આની પ્રસ્તાવના હવે તમે લખી આપો.’ મેં કહ્યું, ‘મહારાજશ્રી, મારો એ અધિકાર નહિ. બીજા કોઈ પાસે લખાવો.’ મહારાજશ્રીએ કહ્યું, ‘અમારા બધાંનો અભિપ્રાય એવો છે કે પ્રસ્તાવના તમારી પાસે જ લખાવવી.' એમના વાત્સલ્યભર્યા આગ્રહને વશ થઈ છેવટે પ્રસ્તાવના લખવાનું મેં સ્વીકાર્યું. ગ્રંથના ફર્મા જેમ જેમ છપાતા જતા તેમ તેમ શ્રી વીરચંદભાઈ ઘેલાણી સાથે તેઓ મને મોકલાવતા. બધા ફર્મા છપાઈ ગયા ત્યારે આ દીર્ઘકાવ્યનો અભ્યાસ કરીને પ્રસ્તાવના લખી આપી, જે એમણે પુસ્તકમાં છાપી હતી. (આ પ્રસ્તાવના ‘પ્રબુદ્ધ જીવન'માં પણ છપાઈ હતી અને મારા ગ્રંથ સાંપ્રત સહચિંતન-ભાગ-૩માં પણ છપાઈ છે.)
ચીંચણીમાં સ્થિરવાસ કર્યા પછી, એ વાડીમાં મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર સ્થાપવાની મહારાજશ્રીની ભાવના હતી. એમાં શ્રીમદ્ રાજચંદ્ર, મહાત્મા ગાંધી, મુનિશ્રી નાનચંદ્રજી અને જવાહરલાલ નહેરુ એ ચારનાં નામથી યુનિવર્સિટીની કક્ષાના ચાર વિભાગ શરૂ કરવાની અને એમાં એ પ્રમાણે શિક્ષણ આપવાની તેમની ઈચ્છા હતી. એ વિશે બધી વિગતો લખીને એક પુસ્તિકા પ્રગટ ક૨વામાં આવી હતી અને એ અંગે એક બોર્ડ ઉપર લખાણ પણ મૂકવામાં આવ્યું હતું.
મે એ બોર્ડની બધી વિગતો વાંચ્યા પછી એક વખત મહારાજશ્રી સાથે નિખાલસ ચર્ચા કરી હતી. મેં કહ્યું કે હું યુનિવર્સિટીમાં ભણાવું છું. યુનિવર્સિટી કક્ષાના વિભાગો કરવા, પગારદાર પ્રાધ્યાપકો રોકવા, વહીવટીતંત્ર ઊભું કરવું, તે માટે વર્ગો અને મકાનો બાંધવાં–આ બધી લાખો કરોડો રૂપિયાની વાત છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની નહિ, રાષ્ટ્રીય કક્ષાની શિક્ષણસંસ્થા પણ ઊભી કરવા માટે ઘણું બધું કાર્ય કરવું પડે. જો એને સરકારી માન્યતા ન મળે તો એવું શિક્ષણ લેવા માટે ખાસ કોઈ આવશે નહિ. વળી આપે ગુરુભક્તિથી પ્રેરાઇને પૂ. નાનચંદ્રજી મહારાજનું નામ રાખ્યું છે, પરંતુ જૈનોના ચારે ફિરકામાં એ સર્વોચ્ચ નથી, તો આંતરરાષ્ટ્રીય સ્તરે તો કેવી રીતે હોય ? હરિભદ્રસૂરિ, કુંદકુંદાચાર્ય કે હેમચંદ્રાચાર્યનું નામ વધુ શોભે. તદુપરાંત જવાહરલાલ નહેરુનું નામ આઝાદી પહેલાં જેવું માનભર્યું હતું તેવું આજે રહ્યું નથી. આજકાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org