________________
શ્રી સંતબાલજી મહારાજ
૫૭૫
છાપાંઓમાં જવાહરલાલજી વિશે કેટલી બધી ટીકાઓ આવે છે. રાજેન્દ્રપ્રસાદ, વિનોબાજી, રવિશંકર મહારાજ કે એવી કોઈ મોટી વ્યક્તિનું નામ રાખો તો કેમ ?
મહારાજશ્રીએ મારી નિખાલસ વાત સાંભળી એટલી જ નિખાલસતાથી કહ્યું કે આ આશ્રમ (કેન્દ્રોની સ્થાપના કરી ત્યારે ઉત્કટ ભાવનાથી આ બધું આયોજન મેં વિચાર્યું હતું, પણ જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ એની વાસ્તવિકતાનો મને વધુ ખ્યાલ આવતો જાય છે. હું હવે એ માટે ઉદાસીન છું. મેં એક બીજ વાવ્યું. હવે એ અંકુરિત થવાનું હશે તો થશે !'
૧૯૭૯માં મહારાજશ્રીએ વિનોબાજીના ગોવધબંધીના ઉપવાસ અટકાવવા માટે પોતે એકવીસ દિવસના ઉપવાસ કર્યા. પરંતુ ત્યાર પછી એમનું વજન ઘટ્યું અને તબિયત પણ અસ્વસ્થ રહેવા લાગી. વળી ૧૯૮૨ના
બ્રુઆરીમાં ફરીથી એમણે ત્રણ દિવસના ઉપવાસ કર્યા. આથી તેમના શરીરમાં ઘણી અશક્તિ આવી ગઈ. થોડા દિવસ પછી બીજી માર્ચ એમના પર લકવાનો હુમલો થયો. તેમને એબ્યુલન્સમાં મુંબઇમાં હરકીશનદાસ હૉસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા. થોડા દિવસ તબિયત સુધરતી લાગી. હું હોસ્પિટલમાં એમની ખબર જોવા, વંદન કરવા જતો. ત્યારે તેઓ બોલી શકતા નહિ પણ ઓળખી શકતા અને સમજી શકતા. એમની સ્મૃતિ સારી હતી. પણ પછી સ્વાથ્યમાં વળાંક આવ્યો. તા. ૨૬મી માર્ચ ૧૯૮૨ના રોજ સવારે ૧૦-૫૫ કલાકે એમણે દેહ છોડી દીધો.
એમના મૃતદેહને એબ્યુલન્સમાં ચીંચણી લાવવામાં આવ્યો. ત્યાં આશ્રમમાં થોડા કલાક દર્શનાર્થે રાખવામાં આવ્યો અને પછી સમુદ્ર તટે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા. એમની પાલખી મીરાંબહેન, કાશીબહેન વગેરે ચાર કુંવારી (પણ હવે વયોવૃદ્ધ) બહેનોએ ઉપાડી હતી અને અગ્નિસંસ્કાર એમના જીવનભરના અંતેવાસી શ્રી મણિભાઈએ કર્યા હતા.
આ જગ્યા મહારાષ્ટ્ર સરકારે આશ્રમને ભેટ આપી છે અને ત્યાં મહારાજશ્રીની સમાધિ આરસમાં રચવામાં આવી છે. એમના ઉપર પોતાના ગુરુદેવનો તેમજ મહારાજશ્રીનો એમ બે પ્રય મંત્ર 3ૐ હ્રીં અરિહંત નમઃ | અને 35 મૈયા શરણમ્ મમ | કોતરવામાં આવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org