________________
શ્રી સંતબાલજી મહારાજ
પ૭૧
આદિવાસીઓનું મુખ્ય શસ્ત્ર તે કુહાડી. આ જંગલ વિસ્તારમાં જ્યારે જ્યારે મહારાજશ્રી પસાર થતા ત્યારે ઠેર ઠેર આદિવાસીઓ એમનું સ્વાગત કરવા રસ્તાની બેય બાજુ હારબંધ ઊભા રહી જતા. તે વખતે તેઓ પોતાની કુહાડીને ચકચકિત કરીને લાવતા અને સ્વાગત વખતે ખભા પાસે હાથ રાખી કુહાડી ઊંચી રાખતા. સેંકડો કુહાડીઓ સાથેનું આવા સ્વાગતનું દૃશ્ય વિરલ હતું.
જીવનની ઉત્તરાવસ્થામાં રૂઢિચુસ્ત સમાજમાં મહારાજશ્રી માટે પહેલાં જેટલો વિરોધ હતો તેટલો રહ્યો નહોતો. એમના કાર્યથી સમાજ પ્રભાવિત થયો હતો. પછી કેટલાંયે નગરોમાં સંઘ મહારાજશ્રીને પોતાના ઉપાશ્રયમાં પધારવા અને વ્યાખ્યાન આપવા માટે વિનંતી કરવા લાગ્યા હતા.
મહારાજશ્રી “વિશ્વ વાત્સલ્ય”માં વખતોવખત વિનો બાજી માટે આદરભાવપૂર્વક લખતા અને એમની પ્રવૃત્તિઓની ભારે અનુમોદના કરતા. વિનોબાજીએ ભૂદાનની જે ઝુંબેશ ઉપાડી હતી તેમાં ગુજરાતમાં સંતબાલજીએ મહત્ત્વનું કાર્ય કર્યું હતું. સમગ્ર ગુજરાતનો જમીનનો લક્ષ્યાંક પૂરો નહોતો થતો તો મહારાજશ્રીએ એ માટે ઉપવાસની જાહેરાત કરી અને ઉપવાસ શરૂ થાય તે પહેલાં લક્ષ્યાંક પૂરો થઈ ગયો હતો. વિનોબાજીએ ૧૯૭૯માં ગોવધબંધી લાવવા માટે જ્યારે આમરણાંત ઉપવાસની જાહેરાત કરી ત્યારે સમગ્ર દેશમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ હતી.
એ વખતે મહારાજશ્રીએ વિચાર્યું કે વિનોબાજીના ઉપવાસ અટકાવવા હોય તો એની સામે કંઈક આત્મિકબળ હોવું ઘટે. મહારાજશ્રીએ પોતે વિનોબાજીના ઉપવાસ ચાલુ થાય તે પહેલાં એકવીસ દિવસના ઉપવાસની જાહેરાત કરી. વિનોબાજી અને સંતબાલજી ક્યારેય એકબીજાને મળ્યા નહોતા, છતાં વિનોબાજી પ્રત્યેના અને એમના સેવાકાર્ય પ્રત્યેના આદરભાવ સહિત મહારાજશ્રીએ એકવીસ દિવસના ઉપવાસ કર્યા હતા. એમના જીવનની આ મોટામાં મોટી તપશ્ચર્યા હતી. પરંતુ એનું એવું સરસ પરિણામ આવ્યું કે સરકાર અને અન્ય નેતાઓની ખાતરીથી વિનોબાજીએ આમરણાંત ઉપવાસ કરવાનું બંધ કર્યું. મહારાજશ્રીને પણ એથી અત્યંત હર્ષોલ્લાસ થયો. મહારાજશ્રીના ઉપવાસની બહુ કદર થઈ. શ્રી વિનોબાજીનાં અંતેવાસી શ્રી નિર્મળાબહેન દેશપાંડેએ લખ્યું હતું. “પૂજ્ય વિનોબાજી કે પ્રતિ આપકી જો અપાર આત્મીયતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org