________________
શ્રી સંતબાલજી મહારાજ
૫૬૯
મહારાજશ્રી પાસે આવ્યો. પોતે ઘોડાની ચોરી કરી તે કબુલ કરીને મહારાજશ્રી પાસે વ્રત લીધું કે હવેથી પોતે ઢોરચોરી નહિ કરે. સાધુઓને પોતાને ઘોડો મળતાં હર્ષ થયો અને સંતબાલજી મહારાજશ્રીના ઊંચા ચારિત્રથી અને આવી સેવાથી તેઓ પ્રભાવિત થયા હતા.
ચોરી કરનારે ચોરી કબૂલ કરી હોય અને ચોરી ન કરવા માટે મહારાજશ્રી પાસે પ્રતિજ્ઞા લીધી હોય એવા તો કેટલાયે પ્રસંગો નોંધાયા છે.
મીરાંબહેને એક પ્રસંગ નોંધ્યો છે. એક વખત મહારાજશ્રી કલકત્તામાં હતા ત્યારે સવારે કોઈ એક ભાઈને સાથે લઈને ગોચરી વહોરવા નીકળ્યા. ગોચરી વહોરીને તેઓ ઉતારે પાછા ફરતા હતા ત્યાં તો તેમને થાક લાગવા માંડ્યો. ઉતારે જેમતેમ પહોંચ્યા અને ગોચરીની ઝોળી મૂકીને તેઓ પાટ પર સૂઈ ગયા. તેઓ જાણે બેભાન જેવા થઈ ગયા. તરત મીરાંબહેન ડોક્ટરને બોલાવી આવ્યાં. ડોક્ટરે તપાસીને કહ્યું, “હમણાં અહીં આવો રોગચાળો ચાલે છે. ઈંજેક્શન લેશે એટલે એક-બે દિવસમાં સારું થઈ જશે. ગભરાવાની જરૂર નથી.”
જાગૃતિ આવતાં મહારાજશ્રીએ મીરાબહેનને કહ્યું, “હું જે ગોચરી લાવ્યો છું તે બહાર સરખી જગ્યા જોઇને, ખાડો કરીને એમાં પરઠવી દો.”
મીરાંબહેને કહ્યું, “ખાવાનું છે, તો જમીનમાં દાટી દેવા કરતાં ગાય કે કૂતરાને ખવડાવીએ તો શું ખોટું ?'
મહારાજશ્રીએ કહ્યું, “જેન સાધુનો એ આચાર નથી. મળેલ ભિક્ષાત્રનું દાન કરવાનો અમને અધિકાર નથી. કોઈ એમ કરે તો એમાંથી આગળ જતાં ઘણા અનર્થ થાય. ગૃહસ્થો ગોચરી વહોરાવતા બંધ થાય.”
એ ગોચરી ભૂમિમાં ભંડારી દેવામાં આવી. ત્રણેક દિવસ પછી મહારાજશ્રી સ્વસ્થ થયા. આહાર લેતા થયા. શરીરમાં શક્તિ આવી. ત્યાર પછી તરત મહારાજશ્રીએ પોતાને ગોચરી ભંડારી દેવી પડી એ નિમિત્તે પ્રાયશ્ચિત્ત તરીકે ત્રણ દિવસના ઉપવાસ કર્યા હતા.
સંત પરમ હિતકારી'માં શ્રી મનુભાઈ પંડિતે ઘણા પ્રસંગો નોંધ્યા છે.
એક વખત પૂ. મહારાજથી સુરત જિલ્લામાં વિહાર કરી રહ્યા હતા. વેડછીના શ્રી જુગતરામભાઈ દવેને મળવાની એમને ઇચ્છા હતી. તેઓ મઢી ગામમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org