________________
શ્રી સંતબાલજી મહારાજ
સ્વરે ભજનો લલકારનાર મીરાંબહેનને મહારાજશ્રીનો સારો આશ્રય મળી ગયો. મીરાંબહેન મહારાજશ્રીને પોતાની મા તરીકે ઓળખાવે અને મહારાજશ્રીના ગુરુદેવ એમની હિંમત જોઈને મીરાંબહેનને બદલે “મીરુભાઈ' કહીને બોલાવે. આટલી સ્વજન જેટલી આત્મીયતા તેઓ વચ્ચે થઈ હતી.
મણિભાઈની જેમ મીરાંબહેને મહારાજશ્રી સાથે ઘણા પ્રદેશોમાં ફરીને એમની સરભરા કરી છે અને “સંતબાલ મારી મા' નામની પુસ્તિકામાં પોતાના યાદગાર પ્રસંગો લખ્યા છે. મણિભાઈ અને મીરાંબહેન ઉપરાંત છોટુભાઈ મહેતા, કાશીબહેન, અંબુભાઈ, નવલભાઈ શાહ, ફલજીભાઈ ડાભી, લલિતાબહેન, ચચંલબહેન, ટી.જી. શાહ, મનુભાઈ પંડિત, ગુલામ રસુલ કુરેશી, શ્રી જ્ઞાનચંદ્રજી, વીરચંદભાઈ ઘેલાણી, મણિબહેન પટેલ, પ્રભાબહેન અજમેરા, વનિતાબહેન વગેરે વગેરે કેટલા બધાએ મહારાજશ્રી પાસે સમાજસેવાની દીક્ષા લીધી હતી. તેઓમાંના કેટલાકે પોતાના અનુભવો વર્ણવ્યા છે.
મહારાજશ્રીએ ગામે ગામ ફરી, સભાઓ યોજી તથા વ્યક્તિગત સંપર્ક કરી લોકોને સુધાર્યા હતા. નળ સરોવરના વિસ્તારમાં પક્ષીઓ ઘણાં આવે અને અંગ્રેજોના સમયથી ખુદ અંગ્રેજો, રાજામહારાજાઓ અને બીજા અનેક શિકાર-શોખીનો આ વિસ્તારમાં પક્ષીઓનો શિકાર કરતા. સ્થાનિક લોકો પૈસા મળે એ લાલચે શિકારીઓને મદદ કરતા. મહારાજશ્રીએ ગામડે ગામડે ફરીને લોકોને સમજાવ્યા કે પક્ષીઓનો શિકાર ન થવો જોઇએ. કોઇએ શિકારીઓને મદદ ન કરવી અને શિકારીઓને સમજાવીને અટકાવવા જોઇએ. મહારાજશ્રીએ આ વિષયમાં જાગૃતિ લાવીને લોકોને બહુ દઢ મનોબળવાળા બનાવ્યા હતા. વળી એ કોમનું સદાચાર અંગે બંધારણ પણ ઘડી આપ્યું હતું. આનું પરિણામ કેટલું સારું આવ્યું તે મહારાજશ્રીએ પોતે જ વર્ણવેલા એક પ્રસંગ પરથી જણાશે.
એક વખત અમદાવાદના એક વયોવૃદ્ધ પારસી ગૃહસ્થ પોતાની મોટરકારમાં આ બાજુ પક્ષીઓનો શિકાર કરવા આવ્યા. પરંતુ કેટલાક જુવાનિયાઓએ એમની મોટર અટકાવી. એટલે પારસી બુઢાએ હાથમાં બંદૂક લઈ તેઓને ગોળીએ વીંધવાનો ડર બતાવ્યો. પણ યુવાનો ડર્યા નહિ અને આઘા ગયા નહિ. ત્યાં તો ગામલોકોને ખબર પડી અને ઘણા માણસો ભેગા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org