________________
શ્રી સંતબાલજી મહારાજ
લઈ આવેલા અને મહારાજશ્રીએ કહ્યું કે ‘એને સારું થઈ જશે.’ અને બીજે જ દિવસે એને સારું થઈ ગયેલું.
૫૬૫
એક વખત ગુજરાતની ધારાસભાની ચૂંટણીમાં ધંધુકામાંથી મહારાજશ્રીના ભક્ત શ્રી ગુલામ રસુલ કુરેશી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઊભા હતા. એક ગામમાં રાત્રિસભામાં મહારાજશ્રીએ શ્રી કુરેશીને મત આપવા માટે ભાષણ કર્યું. તે વખતે સભામાં ધાંધલ મચી ગઈ. કોઈક યુવાનો બોલ્યા, ‘સાધુનાં લૂગડાં ઉતારીને કોંગ્રેસની સેવા કરો.' એ વખતે મહારાજશ્રીથી આક્રોશમાં બોલાઈ જવાયું, ‘આ લૂગડાં શું છે તે પહેલાં જાણો, પછી ઉતારવાની વાત કરો. એ વિશે જાણવું હોય કે ચર્ચા કરવી હોય તો મને ઉતારે મળો.’
સભા પૂરી થઈ. મહારાજશ્રી ઉતારે આવ્યા. પણ ચર્ચા કરવા કોઈ આવ્યું નહિ. એ દિવસે મહારાજશ્રી અડધી રાત સુધી પોતાની પાટ પર ધ્યાનમાં બેસી રહ્યા. સાધુ તરીકે પોતે ક્રોધ કર્યો એ બદલ પશ્ચાત્તાપ કર્યો. પેલા યુવાનોની મનોમન ક્ષમા માગી અને ક્ષમા આપી. પેલા યુવાનોને પણ પશ્ચાત્તાપ થયો. તેઓ ઉતારે માફી માગવા આવ્યા ત્યારે મહારાજશ્રીએ એમને કહ્યું, ‘સભામાંથી પાછા આવીને મેં તો મનોમન તમારી માફી માગી લીધી છે અને તમને માફી આપી દીધી છે.’
એક વખત મહારાજશ્રીનું ચાતુર્માસ ધોળકામાં હતું ત્યારે બૃહદ મુંબઈ રાજ્યનું વિભાજન અને મહાગુજરાતની રચના માટે આંદોલન શરૂ થયું હતું. પરંતુ મહારાજશ્રી ત્યારે બૃહદ મુંબઈ રાજ્ય ચાલુ રાખવાના હિમાયતી હતા અને એ અંગે નિવેદનો પ્રગટ કરતા હતા જે વર્તમાનપત્રોમાં પણ છપાતાં હતાં. આથી કેટલાંક સ્થાપિત હિતો તરફથી મહારાજશ્રી વિરુદ્ધ પ્રચાર થતો અને પત્રિકાઓ પણ છપાતી. એમાં એક પત્રિકા અશિષ્ટ ભાષામાં છપાઈ હતી. ધોળકાના સ્ટેશને કોઈક ફેરિયો મહારાજશ્રી માટેનું એનું અશિષ્ટ મથાળું બોલીને આ પત્રિકા વેચતો હતો. એથી ઉશ્કેરાઈને કોઈ ખેડૂતે પેલા ફેરિયાને માર માર્યો. આ વાતની મહારાજશ્રીને ખબર પડી ત્યારે ફેરિયાને માર પડ્યો એ બદલ તેમને બહુ દુઃખ થયું. તેઓ આવી નિંદાથી પર હતા. આ ઘટનાથી તેમના મનમાં રોષ-આક્રોશની કોઈ પ્રતિક્રિયા થઈ નહિ. એમણે ગુંદી આશ્રમમાં લેખિત સંદેશો મોકલાવ્યો કે કોઈએ આવી અશિષ્ટ પત્રિકા માટે ઉશ્કેરાવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org