________________
પ્રભાવક સ્થવિરો
નહિ. એમના હૃદયમાં માત્ર આજીવિકા ખાતર પત્રિકા વેચનાર ફેરિયા પ્રત્યે અનુકંપા જ હતી.
મહારાજશ્રીએ લોકકલ્યાણનું ઘણું કાર્ય કર્યું. એમની પ્રેરણાથી સાણંદ, શિયાળ, ગુંદી, મુંબઈ, અમદાવાદ, રાણપુર, રામપુરા-ભંકોડા, ઇન્દોર વગેરે સ્થળે પ્રાયોગિક સંઘ, માતૃસમાજ ઉદ્યોગગૃહ, ઔષધાલય, છાત્રાલય, ખેડૂતમંડળ વગેરે વીસ જેટલી સંસ્થાઓ સ્થપાઈ હતી તેમાંની કેટલીક આજે પણ કાર્યરત છે.
મહારાજશ્રીના એક મુખ્ય અંતેવાસી તે શ્રી મણિભાઈ પટેલ. તેઓ મિયાંગામ-કરજણના વેપારી હતા. ઈ.સ. ૧૯૪૩માં મહારાજશ્રીનું પ્રવચન એમણે કરજણમાં સાંભળ્યું. એથી તેઓ એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે પછીથી તેઓ મહારાજશ્રી જ્યાં હોય ત્યાં એમનાં પ્રવચનો સાંભળવા જતા. સાણંદના ચાતુર્માસથી તેઓ માતાપિતાની રજા લઈ, આજીવન બ્રહ્મચારી તરીકે મહારાજશ્રી સાથે જોડાઈ ગયા અને વિહારમાં પણ તેમની સાથે જ રહ્યા. તેઓ મહારાજશ્રીના વિહાર, મુકામ, વ્યાખ્યાન, વિચાર-ગોષ્ઠી વગેરેની રોજેરોજની નોંધ રાખવા લાગ્યા. એમણે લખેલી એ રોજનિશિ “સાધુતાની પગદંડી'ના નામથી છ ભાગમાં પ્રકાશિત થઈ છે.
સ્વ. શ્રી મણિભાઈ સંતબાલજી સાથે ઈ.સ. ૧૯૪૪માં જોડાયા તે પછી મહારાજશ્રીના કાળધર્મના સમય સુધી સાથે જ રહ્યા હતા. એમણે મહારાજશ્રી સાથે સતત ૨૬ ચાતુર્માસ ગાળ્યાં. એમણે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મુંબઈ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઓરિસ્સા, બિહાર, બંગાળ, દિલ્હી, પંજાબ એમ ઘણા પ્રદેશોમાં વિહાર કર્યો. એમણે લગભગ સાડા ત્રણ હજાર ગામોનો સંપર્ક થયો અને આશરે તેર હજાર માઈલનો વિહાર કર્યો હતો. એમાં અનેકવિધ અનુભવો થયા હતા. ઘણે ઠેકાણે ગોચરી-પાણીની ઉતારા માટે રહેઠાણની ઘણી તકલીફો પડી હતી. પરંતુ તેઓએ પોતાના નિયમોમાં બાંધછોડ કરી નહોતી.
મણિભાઈ પટેલની જેમ મહારાજશ્રી સાથે જીવનપર્યત રહેનાર બીજા અંતેવાસી તે “સંતશિશુ” મીરાંબહેન. (તેઓ અમારા પાદરાનાં વતની અને એમનું જન્મનામ મૂળીબહેન હતું) ખાદીધારી, નિયમિત કાંતનાર, બુલંદ મધુર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org