________________
૫૬૪
પ્રભાવક સ્થવિરો
એ જમાનામાં રૂઢિચુસ્ત સમાજમાં આવું કાર્ય ભારે સાહસિક ગણાતું. એટલે ક્યારેક મહારાજશ્રી પર લોકો ધૂળ ઉડાડતા, હુરિયો બોલાવતા, અપમાનિત કરતા, પરંતુ મહારાજશ્રી એવું કરનાર પ્રત્યે ક્ષમાભાવ રાખી હરિજન વિસ્તારમાં જવાના પોતાના નિર્ણયને મક્કમતાથી વળગી રહેતા. ક્યારેક હરિજનોની દુર્દશા જોઈને એમની આંખમાં આંસુ આવતાં. ક્યારેક એ માટે તેઓ ઉપવાસ કરતા, ક્યારેક સાંજની પ્રાર્થનાસભામાં તેઓ તે વિશે પોતાના વિચારો અને અનુભવો રજૂ કરતા.
એક વખત એક ગામમાં મહારાજશ્રી એક બાંકડા પર બેસી જાહેર પ્રવચન આપી રહ્યા હતા. એવામાં બાંકડાનો માલિક ત્યાં આવી પહોંચ્યો. એણે મહારાજશ્રીને પોતાના બાંકડા પરથી ઊઠી જવા કહ્યું તો જરા પણ આનાકાની વગર મહારાજશ્રી ઊઠી ગયા અને બાકીનું ભાષણ ઊભા ઊભા પૂરું કર્યું હતું.
એક વખત મહારાજશ્રી ભાલપ્રદેશમાં કોઠ ગામમાં ચાતુર્માસ રહ્યા હતા. રોજ વ્યાખ્યાન તથા રાતની પ્રાર્થનાસભામાં જેનો કરતાં અજેન વધુ આવતા. તે બધા ઉપર મહારાજશ્રીનો ખૂબ પ્રભાવ પડ્યો હતો. કેટલાક તો મહારાજશ્રીને દેવપુરુષ ગણતા. પ્રાર્થનાસભામાં અમુક દિવસે મહારાજશ્રી વાર્તા કહેતા. એટલે એમના વ્યાખ્યાનમાં બાળકો પણ આવતા.
ચાતુર્માસના દિવસોમાં છેલ્લે દિવાળી, બેસતું વર્ષ અને કાર્તિકી પૂર્ણિમા પણ આવે. જ્યારે બેસતું નવું વર્ષ હતું ત્યારે એક માજી સવારે પાંચેક વાગે ઘરેથી આરતી સળગાવીને મહારાજશ્રીના ઉતારા પાસે આવ્યાં. માજીએ બૂમ પાડી, “મહારાજશ્રી બહાર આવો. આજે સપરમો દિવસ છે. અમારે તમારી આરતી ઉતારવી છે.'
મહારાજશ્રી બહાર ન આવ્યા, પણ ઉચ્ચ સ્વરે એમને આગ્રહપૂર્વક સમજાવ્યું કે “માજી ! જૈન સાધુની આરતી ન ઉતારાય. માણસની આરતી ન ઉતારાય. મંદિરમાં ભગવાનની આરતી ઉતારાય.”
મહારાજશ્રી રાત પડી ગયા પછી બહેનોને મળતા નહિ અને મુહપત્તિ ઉતાર્યા પછી બોલતા નહિ.
માજી છેવટે માની ગયાં. એમને મહારાજશ્રીમાં શ્રદ્ધા એટલા માટે થઈ ગયેલી કેમ કે તેઓ પોતાના માંદા દીકરાને મહારાજશ્રીનાં દર્શન કરાવવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org