________________
૫૬૨
પ્રભાવક સ્થવિરો
વસ્ત્ર બાંધવાની એમની રીત અનોખી હતી. તેઓ ચોરસ ટુકડાની ત્રિકોણ ટોપી જેવી રચના કરતા અને માથે પાછળ બે છેડા ખોંસી દેતા. આ ટોપીથી શિયાળામાં અને ઉનાળામાં મસ્તકને રક્ષણ મળતું. સીવ્યા વગરની આ ટોપીને કારણે જ મહારાજશ્રીનો દેખાવ અનોખો લાગતો. તેઓ બધાથી જુદા પડી આવતા.
સંપ્રદાયમાં પોતે હતા એ વર્ષો દરમિયાન એમનો મોટો ચાહકવર્ગ ઊભો થયો હતો. વળી ધર્મનિષ્ઠ સમાજરચના અને લોકકલ્યાણની પ્રવૃત્તિઓને કારણે તેઓ રવિશંકર મહારાજ, જુગતરામ દવે, કાકા કાલેલકર, નાનાભાઈ ભટ્ટ, ઉછરંગરાય ઢેબર વગેરે કેટલાયે મહાનુભાવોના અંગત ગાઢ પરિચયમાં આવ્યા હતા.
મહારાજશ્રીએ વાઘજીપુરાના ચાતુર્માસ વખતે જોયું કે એ વિસ્તાર ઘણો પછાત છે. આજીવિકાનાં સાધનો નહિ જેવાં છે. લોકો વ્યસની છે. દુરાચાર પ્રવર્તે છે. એટલે એમણે પોતાની સમાજકલ્યાણની પ્રવૃત્તિ માટે આ વિસ્તાર પસંદ કર્યો. વિરમગામથી આગળ સાણંદ, ધોળકા, ધંધુકા વગેરે ગામોમાં તેઓ વિચર્યા અને લોકોની પરિસ્થિતિનો વાસ્તવિક ખ્યાલ મેળવ્યો. આ બાજુનો અમુક વિસ્તાર ચુંવાળ તરીકે, અમુક ભાલ તરીકે, અમુક નળકાંઠા તરીકે ઓળખાય છે. નળકાંઠામાં તળાવો છે, પરંતુ ભાલમાં પાણીનો ત્રાસ હતો એટલે એ પ્રદેશ નપાણિયો' કહેવાતો.
મહારાજશ્રીએ “ભાલ-નળકાંઠા પ્રયોગ' તથા ‘નળકાંઠાનું નિદર્શન નામની પુસ્તિકામાં આ પ્રદેશનો વાસ્તવિક ચિતાર આપ્યો છે. મોડાસર ગામમાં તેમને ડાહ્યાભાઈ મલાતજવાળા મળ્યા. તેઓએ મહારાજશ્રીને નળકાંઠા આવવા કહ્યું. બીજા એક ભાઈ છગનભાઈ દેસાઈ એમને માણકોલ લઈ ગયા. આ પ્રદેશમાં સ્ત્રીઓને ઉપાડી જવાના, વેર લેવા માટે બીજાની ઘાસની ગંજીઓ બાળવાના વગેરે ઘણા બનાવો બનતા. વેપારીઓ ગરીબ વર્ગનું શોષણ કરતા. પાણીની ઘણી તકલીફ એટલે નપાણિયા વિસ્તાર તરીકે આ પ્રદેશ ઓળખાતો. માણસો નદીના કોરા પટમાં વીરડા ગાળે અને છાલિયાથી પાણી ભરે. પોતાના વીરડામાંથી કોઈ પાણી ન લઈ જાય એટલા માટે એના ઉપર ખાટલો ઢાળી આખી રાત સૂઈને રખોપું કરતા. આ બાજુ દારૂ, શિકાર, માંસાહાર વ્યાપક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org