________________
શ્રી સંતબાલજી મહારાજ
૫૬ ૧
કિનારાના પ્રદેશ, ચાણોદ બાજુ વિચારી રહ્યા હતા. મહારાજશ્રી વાઘજીપુરાના ચાતુર્માસ પછી ગુરુદેવને મળવા ગુજરાત બાજુ આવ્યા અને મળ્યા. મહારાજશ્રીએ ગુરુદેવને પ્રશ્ન કર્યો કે “મારે હવે શું કરવું ?'
ગુરુદેવે કહ્યું, “જો મારી સાથે રહેવું હોય તો ખુશીથી રહે, તો જાહેર નિવેદન પાછું ખેંચી લેવું પડશે. મૈયાની ફુરણાને ગૌણ અને સમાજ તથા ગુરુની આજ્ઞાને મુખ્ય ગણવી જોઇએ.'
બંને વચ્ચે લાંબી વાટાઘાટ ચાલી મહારાજશ્રી તરત નિર્ણય ન લઈ શક્યા. મનોમંથન કરતા તેઓ વિહાર કરી વડોદરા પધાર્યા. મહારાજશ્રીને હવે સ્પષ્ટ સમજાઈ ગયું કે ગુરુદેવ પોતાની પાસે રાખશે નહિ અને સ્થાનકવાસી સમાજ સ્થાનકમાં ઉતારો આપશે નહિ. એટલે હવે વિહાર વગેરે અંગે પોતાનો સ્વતંત્ર માર્ગ લેવો પડશે.
મહારાજશ્રી પોતાના ગુરુદેવથી છૂટા પડ્યા હતા. આ ઘટનાથી ગુરુદેવને પણ ઘણું સહન કરવું પડ્યું. હવે મહારાજશ્રીએ પોતાની કેડી પોતે જ કંડારવાની હતી. મહારાજશ્રીમાં ધ્યેયનિષ્ઠા, શાસ્ત્રાભ્યાસ, વકતૃત્વશક્તિ, વિચારશક્તિ, લેખનશક્તિ, કવિત્વશક્તિ, બાહ્યાચારની શુદ્ધિ ઈત્યાદિ ગુણલક્ષણો ન હોત તો અલ્પ સમયમાં જ તેઓ ઉપેક્ષિત થઈ ગયા હોત. કેટલાયે એકલવિહારી સામાન્ય સાધુઓને એવી દશા ભોગવવી પડે છે. પરંતુ યુવાન મહારાજશ્રીનો ખાદીધારી ઊંચો દેહ, વેધક નયનો, પ્રતિભાવંત મુખમુદ્રા વગેરેને કારણે જૈન-જૈનેતર યુવાવર્ગ એમના તરફ ખેંચાવા લાગ્યો. આઝાદી પૂર્વેના એ દિવસોમાં માહોલ જ એ પ્રકારનો હતો. એટલે સંપ્રદાય બહાર મહારાજશ્રીની બહુ કદર થવા લાગી.
અલબત્ત એક જૈન સાધુ તરીકે મહારાજશ્રીએ પોતાનું સ્વાશ્રયી જીવન છોડ્યું નહોતું. તેઓ પાદવિહાર કરતા, જાતે ગોચરી વહોરી લાવતા અને ગોચરી વાપર્યા પછીથી જાતે જ પાત્રો સાફ કરી નાખતા. તેઓ પોતાનાં વસ્ત્રો પોતે જ ધોતા. સાધુ તરીકેની બીજી કેટલીક આવશ્યક ક્રિયાઓ કરતા. એમના વિચારો સાંપ્રદાયિક પરંપરાથી ભિન્ન હતા, પરંતુ તેમનામાં ચારિત્રની શિથિલતા નહોતી. સ્ત્રી, ધન, માલમિલકત ઈત્યાદિથી તેઓ પર હતા.
મહારાજશ્રીએ ઘણાં વર્ષ સુધી મસ્તકે ખાદીનું શ્વેત વસ્ત્ર બાંધતા. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org