________________
પ્રભાવક સ્થવિરો
ગુરુદેવ જ્યારે મુંબઇમાં બિરાજમાન હતા ત્યારે મહાત્મા ગાંધીજી પણ મુંબઇમાં હતા. તેઓ જુહુમાં એક બંગલામાં ઊતર્યા હતા. ત્યારે મહારાજશ્રી ગાંધીજીને મળવા જુહુ ગયા હતા. ત્યાં તેઓને એક સાથે કેટલા બધા લોકપ્રિય લોકનેતાઓને મળવાનું થયું ! સરદાર પટેલ, નહેરુ, સુભાષ બોઝ, મૌલાના અબુલ કલામ, સરોજિની નાયડુ, મીરાંબહેન, મહાદેવભાઈ વગેરે ઘણા બધા ત્યાં ઉપસ્થિત હતા. કોઇની સાથે વાત કરવાની તક મળી નહિ, પણ આટલા બધાંને સાથે જોવાની તક મળી એથી પણ ઘણો જ આનંદ થયો. મહારાજશ્રી મહાત્મા ગાંધીજીથી અત્યંત પ્રભાવિત થયા હતા. એ જમાનામાં ગાંધીજીનાં દર્શન કરવા એ પણ જીવનની ધન્યતા હતી. આ દર્શને ગુરુદેવમાં અને મહારાજશ્રીમાં લોકકલ્યાણની ભાવનાનાં બીજ રોપ્યાં. પરંતુ ગુરુદેવ પોતાની સાંપ્રદાયિક મર્યાદામાં રહીને તે કરવા માગતા હતા.
ગુરુદેવ કવિ હતા. એમણે એ દિવસોમાં ગાંધીજી માટે કાવ્યપંક્તિઓ રચી હતીઃ
જગતને બોધ દેવાને, જરૂરી વાત કહેવાને; લઇ સંદેશ પ્રભુજીનો, અવનિમાં ગાંધીજી આવ્યા.
મુંબઇથી ગુરુદેવ, મહારાજશ્રી અને અન્ય શિષ્યો સાથે ગુજરાત તરફ વિહાર કરી રહ્યા હતા ત્યારે સુરત જિલ્લામાં હરિપુરા ગામે કોંગ્રેસનું અધિવેશન ભરાયું હતું. આ એક ઐતિહાસિક અધિવેશન બન્યું હતું. ગુરુદેવ, મહારાજશ્રી વગેરે એ સંમેલનમાં પહોંચ્યા. આ પ્રસંગ વિશે મહારાજશ્રીએ લખ્યું છે, “હરિપુરા મહાસભામાં ગુરુદેવ પધાર્યા, હું પણ ગયો. ત્યાં અમને બંનેને ગાંધીજીનું પ્રત્યક્ષીકરણ થયું. ગાંધીજીના રચનાત્મક કાર્યકરો જોવા મળ્યા. ગાંધીજીના મજૂર સંગઠનના આગેવાનો પણ જોવા મળ્યા. ગાંધીજી અને રાષ્ટ્રીય મહાસભાનો અનોખો તાદાભ્ય-તાચ્ય ભરેલો સંબંધ નીરખવા મળ્યો. મારી ત્યાંની સગવડ શ્રી રવિશંકર મહારાજે કરેલી. હું થોડું રોકાયો. ગુરુદેવ ત્યાંથી વિહાર કરી ધરમપુર ચાતુર્માસ માટે પહોંચ્યા.”
મહારાજશ્રીએ ત્યાર પછી એક ચાતુર્માસ અમદાવાદ બાવળા પાસે વાઘજીપુરમાં તેમના માટે બનાવેલી એક કુટિરમાં રહીને કર્યું. ત્યાર પછી તેઓ ગુરુદેવને મળવા ઇચ્છતા હતા. તે વખતે શ્રી નાનચંદ્રજી મહારાજ નર્મદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org