________________
શ્રી સંતબાલજી મહારાજ
૫૬૩
પ્રમાણમાં હતાં. મહારાજશ્રીએ પહેલાં બધાંને નિર્બસની બનાવવાની ઝુંબેશ ઉપાડી. ચા ન પીવાની તેઓ પ્રતિજ્ઞા લેવડાવતા. આઝાદીની લડતના એ દિવસોમાં ચાનો વિરોધ ઘણો થતો. (કોફી ત્યારે હજુ પ્રચલિત થઈ નહોતી.) રવિશંકર મહારાજ કહેતા કે ભાલ-નળકાંઠાના લોકો સંતબાલજીને ત્યારે સાવાળા' (ચાવાળા) મહારાજ તરીકે ઓળખતા.
વળી મહારાજશ્રીએ માણકોલ ગામે સાત હજા૨ કોળી પટેલોનું સંમેલન ભરીને તેઓને પોતાનું બંધારણ ઘડી આપ્યું હતું. અને તેઓને “લોકપાલ પટેલ” એવું સંસ્કારી નામ આપ્યું હતું.
મહારાજશ્રી વિહાર કરતા હોય ત્યારે કેટલાંયે ગામોમાં બે કુટુંબો વચ્ચે, શ્રેષ્ઠીઓ વચ્ચે, મિત્રો વચ્ચે દુશ્મનાવટ થઈ હોય તો તેવા પ્રશ્નોનું નિરાકરણ બંને પક્ષને પ્રેમથી સમજાવીને કરી આપતા.
મહારાજશ્રીએ પોતાનાં જીવનનાં ઉત્તમ વર્ષો આ ભાલ-નળકાંઠા પ્રદેશને સુધારવામાં આપ્યાં હતાં. એનું પરિણામ પણ સારું આવ્યું હતું. આ વિસ્તારમાં લોકોના, વિશેષતઃ ખેડૂતોના ઉત્કર્ષ માટે એમણે ઘણું કાર્ય કર્યું અને વિવિધ હેતુઓ માટે એમની પ્રેરણાથી વિવિધ સંસ્થાઓ સ્થપાઈ.
મહારાજશ્રીએ ભાલ નળકાંઠાના પ્રદેશને પોતાના પ્રયોગનું કેન્દ્ર બનાવ્યું. એ માટે ગુંદીમાં આશ્રમ સ્થપાયો.
આજે તો હવે અસ્પૃશ્યતા, ઢડભંગી વગેરેને અડવાની વાત ભારતમાંથી લગભગ નિર્મુળ થઈ છે. પરંતુ આઝાદી પહેલાનાં યુગમાં તો અસ્પૃશ્યતા ગામેગામ જોવા મળતી. ભંગીવાસ જુદા હોય અને લોકો પણ ગંદકીભર્યું અપમાનિત અને પરોપજીવી જીવન જીવતા હતા. એ સમયે મહાત્મા ગાંધીજીએ સમગ્ર ભારતમાં અસ્પૃશ્યતા–નિવારણની મોટી ઝુંબેશ ઉપાડી હતી. ગાંધીજીએ ઢેડ-ભંગી માટે “હરિજન” શબ્દ પ્રચલિત કર્યો હતો.
ગાંધીજીને અનુસરીને મહારાજશ્રીએ પણ પોતાના જનહિતના કાર્યોમાં અસ્પૃશ્યતા નિવારણને સ્થાન આપ્યું હતું. તેઓ જ્યાં જાય ત્યાં હરિજનો માટેના વિસ્તારમાં આંટો મારી આવતા. ઢેડ-ભંગી માટે મહારાજશ્રી “ઋષિ” શબ્દ પ્રયોજતા. સાણંદમાં એમણે “ઋષિ બાલમંદિરની સ્થાપના કરાવી હતી. હરિજનોના વિસ્તારમાં એક ચક્કર લગાવીને એકાદ ઘરેથી ગોચરી પણ વહોરતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org