________________
૫૬૮
પ્રભાવક સ્થવિરો
થઈ ગયા. તેઓ બધાએ જુવાનિયાઓનો પક્ષ લીધો. પારસી બુઢા વિચારમાં પડી ગયા કે આ તો આખું ગામ બદલાઈ ગયું છે. જે લોકો શિકારમાં સાથ આપવા પડાપડી કરતા હતા તેઓ હવે શિકારનો વિરોધ કરી રહ્યા છે. લોકો સાથેની વાતચીતમાં તેમને મહારાજશ્રીએ આ બધી સદાચારની પ્રવૃત્તિ કર્યાનું જાયું ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા, તેમનું હૃદય પીગળ્યું. પોતે શિકાર ન કરવાનો સંકલ્પ કર્યો અને પોતાની પાસે જે કંઈ રકમ હતી તે ગામના લોકોને આપી દીધી અને એનો ઉપયોગ ઢોરોનો પાણી પીવાનો હવાડો બાંધવા માટે ખરચવાનું કહ્યું.
એક વખત અમદાવાદના ગોરા અંગ્રેજ કલેક્ટર પોતાના સાથીદારો સાથે પક્ષીનો શિકાર કરવા આવ્યા. ગામના લોકોને ખબર પડી. મહારાજશ્રી પણ ત્યાં જ હતા. મહારાજશ્રીએ એ કલેક્ટરને બહુ સમજાવ્યા પણ તે માન્યા નહિ. એવામાં એક ગ્રામજન કલેક્ટરની આડો આવીને ઊભો રહ્યો અને કહ્યું, “પહેલાં મને મારો, પછી પક્ષીઓને એટલે તે કલેક્ટરે બંદૂક મૂકી દીધી પણ કલેક્ટરના સાથીદારોએ આઘાપાછા જઈ શિકાર માટે ગોળીઓ છોડી. એના ધડ ધડ અવાજો સંભળાતા હતા. પણ સૌના આશ્ચર્ય વચ્ચે એક પણ પક્ષી પડ્યું નહિ. એટલે ઝંખવાણા થઈ કલેક્ટર પોતાના સાથીઓ સાથે પાછા વળ્યા.
પ્રજામાં જ્યારે અન્યાય થાય, સમજાવવા છતાં દુરાચાર અટકે નહિ ત્યારે મહારાજશ્રી વિશુદ્ધિકરણ માટે ગાંધીજીની જેમ પોતાના અંતરાત્માને અનુસરી ઉપવાસનું શસ્ત્ર અજમાવતા. એક વખત મહારાજશ્રીનો મુકામ એક ગામમાં હતો ત્યારે એક દિવસ સાયલાના લાલજી મહારાજના પંથના કેટલાક સાધુઓ અન્નક્ષેત્રના સદાવ્રત માટે ઘોડા ઉપર ત્યાં આવ્યા હતા. તેઓએ પોતાના ઘોડા ખુલ્લી જગ્યામાં બાંધ્યા હતા. રાતને વખતે એક ચોર એક સારા ઘોડાને ઉપાડી ગયો. બીજે દિવસે સવારે ખબર પડી કે એક ઘોડાની ચોરી થઈ છે. ગામમાં તપાસ કરી પણ ક્યાંયથી ઘોડો મળ્યો નહિ. એ સાધુઓએ મહારાજશ્રીને વાત કરી. સાંજે મહારાજશ્રીએ પ્રાર્થનાસભામાં જાહેર કર્યું કે જ્યાં સુધી ઘોડો મળશે નહિ ત્યાં સુધી પોતે ઉપવાસ કરશે. આથી ગામના લોકોમાં દોડાદોડ થઈ ગઈ. ઘોડો નહિ મળે તો પોતાના ગામની આબરૂ જશે. રાતને વખતે મહારાજશ્રી ઉતારાના મકાનની ખુલ્લી ઓસરીમાં સૂઈ ગયા હતા. અડધી રાતે એક માણસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org