________________
૫૫૮
પ્રભાવક સ્થવિરો
ગુરુદેવ પોતાના શિષ્યો સાથે વિહાર કરીને મુંબઈ પધાર્યા. મુંબઈમાં ચીંચપોકલીમાં મહારાજશ્રી જે સાધના કરતા હતા એમાં તેમનો મૌનનો અભ્યાસ દિવસે દિવસે વધતો જતો હતો. એમાં એક વખત એમને અંતઃકરણમાં તીવ્ર સ્ફુરણા થઈ કે એક વર્ષ કોઈ સ્થળે એકાંતમાં રહીને કાષ્ઠ મૌનની સાધના કરવી. એમણે એ વિશે ગુરુદેવને વાત કરી. ગુરુદેવ વિચારમાં પડી ગયા, કારણ કે જૈન સાધુથી કોઈ પણ સ્થળે આટલો બધો સમય સળંગ રહી શકાય નહિ. વળી સાવ એકલા પણ રહી ન શકાય. ગુરુદેવે સ્પષ્ટ કહ્યું, ‘તું મારી સાથે રહીને સાધના કર, નહિ તો સમાજમાં ગેરસમજ ઊભી થશે.’
મહારાજશ્રી પોતાની મૌન સાધના વિશે દ્વિધામાં હતા. ત્યાં એમણે મક્કમ નિર્ણય કર્યો અને તે માટે તેઓ નર્મદા કિનારે રણાપુર ગામે પહોંચ્યા. ત્યાં એક કુટિરમાં રહી તેઓ એક વર્ષ મૌનસાધના કરવા ઇચ્છતા હતા. એમણે ત્યાં કાષ્ઠમોન ચાલુ કર્યું. આ મૌનમાં તેઓ કોઇની સાથે આંખ પણ મેળવતા
નહિ.
રણાપુરના એકાંતવાસમાં અને તેથી પણ પહેલાં મહારાજશ્રીને વિવિધ પ્રકારની અનુભૂતિ થતી. તેમાં સૌથી મહત્ત્વની તે એમની વિચારધારાને અનુરૂપ હતી. એમને સતત એમ લાગતું કે સમગ્ર વિશ્વ ઉપર નિયંત્રણ કરનાર કોઈ શક્તિ છે. એને કુદરત કહો, પ્રકૃતિ કહો કે ધરતી માતા કહો. કુદરતમાં એમની શ્રદ્ધા અને નિષ્ઠા વધતાં ગયાં. એક દિવસ તેઓ આંખો બંધ કરીને બેઠા હતા ત્યારે દિવ્ય પ્રકાશનું દર્શન થયું. આ દિવ્ય શક્તિ તે માતૃશક્તિ. એમણે એ માટે ‘ૐ મૈયા'નો જાપ ચાલુ કર્યો. આ મંત્રની એમની સાધના અનોખી અને ઊંડી હતી. એમને કેટલાક સંસ્કાર પોતાની માતા પાસેથી મળ્યા હતા. એટલે સ્ત્રીશક્તિમાં એમને માતાનાં દર્શન થતાં. તેઓ પ્રકૃતિમાતાથી એટલા બધા અભિભૂત થઈ ગયા હતા કે અજાણ્યાને એમનું વલણ-વર્તન ધૂની લાગે. એમણે પોતે લખ્યું છે, ‘ૐ મૈયા'નો જાપ હું પહેલેથી જપતો. આરંભમાં માત્ર કલ્પના જ હતી. પણ પછી એને સ્થૂળ રૂપ અપાયું. આ ધરતીને મેં માતા તરીકે સ્વીકારી. આપણા સૌના પગ ધરતીને અડેલા હોય છે. એટલે આખી માનવજાતનો ધરતી સાથે સંપર્ક હોય છે. એટલે મારી માનવજાત સાથે એકતા અનુભવવાના પ્રતીક તરીકે હું ધરતીને ચુંબન કરતો. આમ ૐ મૈયાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org