________________
૫૫૬
પ્રભાવક સ્થવિરો
એટલે તક જોઈને ગુરુદેવે શિવલાલને કંઈક વક્તવ્ય રજૂ કરવા કહ્યું. શિવલાલ વૈરાગ્ય ઉપર થોડી મિનિટ બોલ્યા. એથી બધા બહુ પ્રભાવિત થયા. પછી દીક્ષા સંઘ તરફથી તેમ જ રાજ્ય તરફથી આપવાનો ઠરાવ થયો. આમ થતાં નગરમાં ઉત્સાહની ભરતી આવી ગઈ.
મહારાજશ્રીના પોતાના જ શબ્દોમાં આ પ્રસંગ વિશે જોઈએઃ “દીક્ષા પહેલાના દિવસોમાં ઘેર ઘેર ભોજન નિમંત્રણ, પગલાં પડાવવાં અને બક્ષિસો આપવી, એ બધું ભુલાય તેમ નથી. લોકોએ બેવડા ઉત્સાહે દીક્ષા અપાવી. ગુરુદેવ દીક્ષિત નામ “સૌભાગ્યચંદ્ર મુનિ' રાખ્યું. તેઓ મને “શુભચંદ્ર મુનિ' પણ કહેતા. શ્રમણ દીક્ષા મોરબીમાં ન થાય એનું મોરબી સંઘને અત્યાર સુધી દુઃખ હતું. પણ સત્તા આગળ શાણપણ ચાલતું ન હતું. આખરે સત્તા પર શાણપણ સહિતનું શ્રમણપણું જીતી ગયું. “ગુરુદેવ નાનચંદ્રજી મહારાજની જય'ના ધ્વનિથી મોરબીનું વાયુમંડળ ગુંજી ઊયું.”
દીક્ષા લીધા પછી અને મોરબીમાં ચાતુર્માસ કર્યા પછી ગુરુદેવે અન્ય મુનિઓ સાથે કચ્છ તરફ વિહાર કર્યો. એ દિવસોમાં રણ ઊતરવાનું ઘણું કઠિન હતું. ભોમિયા ન હોય તો ભૂલા પડાય. એમાં વળી ત્યારે વરસાદ પડ્યો હતો. એટલે કાદવ કાદવ થઈ ગયો હતો. મુનિ સૌભાગ્યચંદ્રની કચ્છની આ પહેલી મુલાકાત હતી. કચ્છમાં ધોતિયાને બદલે ચોરણો પહેરેલા, ખેતી કરતા શ્રાવકોને જોઈ મહારાજશ્રીને આશ્ચર્ય થયું હતું. કચ્છમાં વાગડ પછી માંડવી, કોડાય, અબડાસા તાલુકો, ભુજ, અંજાર વગેરે સ્થળે તેઓ વિચર્યા. ત્યારપછી ત્યાં તેઓએ એક ચાતુર્માસ રામાણીઓમાં અને એક બીદડામાં કર્યું. અહીં મુનિશ્રી સૌભાગ્યચંદ્રજીએ આગમોનો તથા ન્યાયનો અભ્યાસ કર્યો અને શતાવધાની મુનિશ્રી રત્નચંદ્રજી પાસેથી અવધાનો શીખ્યા.
કચ્છમાં ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજ ઘણાં વર્ષો પછી પધાર્યા હતા. એટલે એમનાં વ્યાખ્યાનો ઉપાશ્રયને બદલે બહાર મંડપ બાંધીને ગોઠવાતાં, કારણ કે ભીડ ઘણી રહેતી.
આ સમય દરમિયાન કેટલાક શ્રેષ્ઠિઓ અજમેરમાં સ્થાનકવાસી જૈન કોન્ફરન્સનું અખિલ ભારતીય અધિવેશન યોજવાની તૈયારીઓ કરી રહ્યા હતા. એમાં શ્રી નાનચંદ્રજી મહારાજ અને એમના યુવાન શિષ્ય શ્રી સૌભાગ્યચંદ્રજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org