________________
શ્રી સંતબાલજી મહારાજ
૫૫૫
ત્યારપછી શિવલાલ મુંબઈ આવ્યા. હવે પ્રશ્ન હતો મુનિશ્રી સૌભાગ્યમલજીની સંમતિ લેવાનો, કારણ કે પોતે એમને દીક્ષા લેવાનું વચન આપ્યું હતું. શિવલાલે એમને પત્ર લખ્યો તો જવાબમાં મુનિશ્રી સૌભાગ્યમલજીએ ઉદારતાપૂર્વક તરત સંમતિનો પત્ર લખ્યો. આમ બધાંની સંમતિ મળતાં દીક્ષા લેવાના સંજોગો સાનુકૂળ થયા.
તે સમયે શ્રી નાનચંદ્રજી મહારાજ મુંબઈથી વિહાર કરી સૌરાષ્ટ્રમાં વિચરતા હતા. શિવલાલ લીંબડીમાં જઈને ગુરુદેવને મળ્યા અને બધી વાત કરી. હવે દીક્ષા આપવાનું ગુરુદેવે સ્વીકાર્યું. પણ તે પહેલાં દીક્ષાર્થી તરીકે કેટલોક સમય અભ્યાસ કરવાની જરૂર હતી. તે મુજબ શિવલાલ દોઢેક વર્ષ સુધી ગુરુદેવ સાથે રહીને અભ્યાસ કરતા રહ્યા. ત્યારપછી મહારાજશ્રી વાંકાનેર પધાર્યા. દરમિયાન દીક્ષાનું મુહૂર્ત કાઢવામાં આવ્યું અને તે પ્રમાણે સંવત ૧૯૮૫ના પોષ સુદ ૮નો દિવસ નક્કી થયો. દીક્ષા વાંકાનેરમાં આપવાનું વિચારાયું. ચાતુર્માસ પૂર્ણ થતાં ગુરુદેવ વિહાર કરી મોરબી પધાર્યા. તે વખતે વાંકાનેરના સંઘનું દીક્ષા મહોત્સવ માટે લેખિત નિમંત્રણ પણ આવી ગયું. પરંતુ મોરબીમાં એક ઘટના બની જેથી દીક્ષા મોરબીમાં આપવાનું ઠરાવાયું.
ગુરુદેવ શ્રી નાનચંદ્રમહારાજ વીસ વર્ષે મોરબી પધાર્યા હતા. એમનાં વ્યાખ્યાનો સાંભળવા અનેક લોકો ઉમટવા લાગ્યા. વ્યાખ્યાનોની વાત એટલી પ્રસરી કે મોરબીના ઠાકોર લખધીરજી પોતે પણ વ્યાખ્યાનમાં પધાર્યા. વ્યાખ્યાનથી તેઓ અત્યંત પ્રભાવિત થયા. વ્યાખ્યાન પછી વંદન કરવા તેઓ ગુરુદેવ પાસે આવ્યા. તે વખતે શિવલાલ ત્યાં હતા. વાત નીકળી અને ગુરુદેવે કહ્યું કે એ દીક્ષાર્થી છે. ટોળના વતની છે અને વાંકાનેરમાં દીક્ષા આપવાની છે. ઠાકોરે કહ્યું, “વાંકાનેરને બદલે આપણા મોરબીમાં આપોને!” ગુરુદેવે કહ્યું “અહીં દીક્ષા આપવાની મનાઈ
છે.”
બન્યું હતું એવું કે ઘણાં વર્ષો પહેલાં લખધીરજીના પિતાશ્રી વાઘજી ઠાકોરે. કોઈક મુનિનો પ્રશ્ન ઉપસ્થિત થતાં અને વિવાદ થતાં મોરબી રાજ્યમાં જેન દીક્ષા ઉપર કાયમનો પ્રતિબંધ મૂકી દીધો હતો. લખધીરજીએ કહ્યું, “એ પ્રતિબંધ હું ઉઠાવી લઉં છું. શિવલાલ અમારા પ્રજાજન છે. એમની દીક્ષા અમારા રાજ્યમાં થવી જોઈએ.” એ વખતે ઘણા બધા માણસો બેઠા હતા. સભા જેવું થયું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org