________________
શ્રી સંતબાલજી મહારાજ
ઉંમર તેર-ચૌદ વર્ષની હતી.
મુંબઈ જઈ કિશો૨ શિવલાલે અનાજની, કાપડની, ઈમારતી લાકડાની એમ જુદી જુદી જાતની દુકાને નોકરી કરી. એમાં ધીમે ધીમે સારા પગારની નોકરી મળતી ગઈ. તેઓ રકમ બચાવી વતનમાં માતાને મોકલાવતા. એથી માતાને રાહત થવા લાગી હતી.
૫૫૩
ઈ.સ. ૧૯૨૦ની આસપાસ દેશની સ્વતંત્રતા માટે રાષ્ટ્રવ્યાપી આંદોલન ચાલુ થયું હતું. મુંબઈમાં મહાત્મા ગાંધીજી, લોકમાન્ય તિલક વગેરેનાં ભાષણો સાંભળવા શિવલાલ ફાજલ સમયમાં જતા. વળી સ્થાનકમાં પધારેલા સાધુ મહાત્માઓનાં વ્યાખ્યાન સાંભળવા માટે પણ જતા.
મુંબઈમાં કિશો૨ શિવલાલને વાંચવામાં તથા વ્યાખ્યાનો સાંભળવામાં રસ પડતો ગયો. એ દિવસોમાં એક રાજસ્થાની મુનિશ્રી સૌભાગ્યમલજી મુંબઈ પધાર્યા હતા. શિવલાલને એમનાં વૈરાગ્યપ્રેરક વ્યાખ્યાનો એટલા બધાં ગમ્યાં કે તેમણે એમની પાસે દીક્ષા લેવાનો પ્રસ્તાવ મૂક્યો. પરંતુ સૌભાગ્યમલજી વિહાર કરીને ગયા એટલે એ વાત આગળ વધી નહિ.
દરમિયાન માતા મોતીબહેને પોતાની તબિયત સારી રહેતી ન હોવાથી શિવલાલને પૂછ્યા વગર એમની સગાઈ વાંકાનેરની એક કન્યા સાથે કરી નાખી. એ વખતે શિવલાલની ઉંમર ૧૫-૧૬ વર્ષની હતી અને કન્યાની ઉંમર એથી પણ નાની હતી. એટલે તરત લગ્નની કોઈ શક્યતા નહોતી. જો સરખી વયની કન્યા હોત તો શિવલાલ કદાચ દામ્પત્યજીવનમાં ઘસડાઈ ગયા હોત કારણ કે મહારાજશ્રીએ પોતે જ લખ્યું છે તેમ ‘પરિણીત થવાનો મને અમુક કાળે તો શોખ લાગેલો.’
મુનિશ્રી સૌભાગ્યમલજીના વિહા૨ પછી કવિવર્ય પૂ. મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ મુંબઈ પધાર્યા. શિવલાલે ઘાટકોપરમાં એમનાં વ્યાખ્યાનોમાં જવાનું અને એમના અંગત સંપર્કમાં આવવાનું શરૂ કર્યું. તેઓ પૂ.નાનચંદ્રજી મહારાજથી અત્યંત પ્રભાવિત થયા અને એમની પાસે દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. તેઓ લખે છે,‘જ્યારથી આ મહામુનિને જોયેલા ત્યારથી તેમના પ્રત્યે અગમ્ય અને અદમ્ય આકર્ષણ જાગેલું. એમના મુખારવિંદને જોવું એ જાણે જીવનનો અલભ્ય લહાવો લાગે. એમના લલાટને જોઈએ કે એમની હસુ હસુ કરતી આંખોને જોઈએ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org