________________
૨૨][]
શ્રી સંતબાલજી મહારાજ
પ.પૂ. સ્વ. શ્રી સંતબાલજી મહારાજનું આ જન્મશતાબ્દી વર્ષ છે.
છેલ્લા સૈકામાં થઈ ગયેલા જૈન સાધુ મહાત્માઓમાં આ એક એવા સાધુ મહાત્મા છે કે જેમણે સંપ્રદાયની બહાર નીકળીને ધર્મદષ્ટિએ સમાજરચનાના પ્રયોગો કર્યા હતા.
પ.પૂ. શ્રી સંતબાલજી મહારાજે જૈનોના સ્થાનકવાસી સંપ્રદાયમાં એક જૈન મુનિ તરીકે દીક્ષા લીધી હતી, પણ પછીનાં વર્ષોમાં પોતાની અંતઃસ્ફરસાને કારણે કેટલાક ક્રાન્તિકારી વિચારો ધરાવવાને લીધે તથા મહાત્મા ગાંધીજીના પ્રબળ પ્રભાવ હેઠળ આવીને એમણે લોકકલ્યાણની અને નીતિમય રાજકારણની પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લીધો હતો. એમણે પોતે કોઇને જૈન મુનિદીક્ષા આપીને પોતાના શિષ્ય બનાવ્યા નહોતા, પણ સંખ્યાબંધ જૈન-જૈનેતર ભાઈબહેનોને તૈયાર કરીને સમાજસેવા અને લોકકલ્યાણની પ્રવૃત્તિની દીક્ષા આપી હતી.
મહારાજશ્રીનું નામ પહેલવહેલું મેં સાંભળ્યું હતું પંદરેક વર્ષની વયે, ૧૯૪૨માં. બીજા વિશ્વયુદ્ધના એ દિવસોમાં મુંબઈમાંથી ઘણાં કુટુંબો પોતાના વતનમાં સ્થળાંતર કરી ગયાં હતાં. અમે પણ અમારા વતન પાદરા (જિ. વડોદરા)માં જઈને રહ્યાં હતાં. એ વખતે શાળામાં રજાના દિવસો હતા. ત્યાં વતનમાં એક દિવસ મારા મોટાકાકાએ મને પોતાના કબાટનાં પુસ્તકો વ્યવસ્થિત ગોઠવીને, નામ-નંબર પ્રમાણે ચોપડો બનાવવાનું કામ સોંપ્યું હતું. એક દિવસ હું પુસ્તક ગોઠવતો હતો તેવામાં એક પુસ્તક મારા હાથમાંથી લઈ કાકાએ મને કહ્યું, “આ કોનું પુસ્તક છે, ખબર છે?' “ના.” મેં કહ્યું.
આ સંતબાલનું પુસ્તક છે. એમનાં વ્યાખ્યાનોનો સંગ્રહ છે. તેઓ ક્રાન્તિકારી સાધુ છે. રાત્રે જાહેર સભામાં ફાનસ રાખી ઊભા ઊભા વ્યાખ્યાન આપે છે.”
સામાન્ય રીતે જૈન સાધુ દિવસે ઉપાશ્રયમાં પાટ ઉપર બેઠાં બેઠાં વ્યાખ્યાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org