________________
શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજ
૫૪૭,
દર્શન કર્યા. પાછાં ફરતાં આ પવિત્ર કૂતરાને કોણ પોતાને ઘરે રાખે એ માટે મહારાજશ્રીની નિશ્રામાં ઉછામણી બોલાવવામાં આવી હતી.
પૂજ્ય આચાર્ય મહારાજનું મનોબળ અને આત્મબળ કેવું હતું તેનો એક પ્રસંગ યાદ આવે છે. લકવાને લીધે તેમનાં જમણા અંગો બરાબર કામ નહોતાં કરતાં. લાંબો સમય બેસી શકાતું નહિ. પરંતુ પૂજ્ય યશોવિજયજી મહારાજ અને પૂજ્યશ્રી જયાનંદવિજયજી મહારાજને આચાર્યની પદવી આપવાનો પ્રસંગ પાલીતાણામાં હતો. તે વખતના વડા પ્રધાન માનનીય શ્રી મોરારજીભાઈ દેસાઈ આ પ્રસંગે આવવાના હતા. બપોર પછીનો સમય હતો. જે મંચ તૈયાર કરવામાં આવ્યો હતો ત્યાં આચાર્ય મહારાજને બેસવાનું હતું. તેમની તબિયત ઘણી નાદુરસ્ત હતી. તડકો પણ સખત હતો. તો પણ એ પ્રસંગે પૂજ્ય આચાર્ય મહારાજ પૂરી સ્વસ્થતા સાથે આખા કાર્યક્રમ દરમિયાન મંચ ઉપર બેઠા હતા. અપૂર્વ આત્મબળ સિવાય આવું કષ્ટ ઉઠાવી શકાય નહિ.
પૂજ્ય આચાર્ય મહારાજનો અમારા પ્રત્યે સભાવ ઘણો બધો હતો. ગમે તેટલા તેઓ રોકાયેલા હોય તો પણ અમે જઈએ કે તરત અમને સમય આપતા અને શુભાશિષ દર્શાવતા. વિ. સં. ૨૦૩૫ માં પૂજ્ય આચાર્ય મહારાજ વઢવાણમાં ચાતુર્માસ કરતા હતા ત્યારે હું અને મારાં પત્ની તેમને વંદન કરવા ગયાં હતાં. અમે ઉપાશ્રયે પહોંચ્યાં કે તરત ચંદ્રસેનવિજય મહારાજે કહ્યું, મહારાજજી તમને બહુ યાદ કરતા હતા. મહારાજજીને છ ઈંચની ધાતુની બે પ્રતિમાજી કોઈક આપી ગયું છે. એક મહાવીર સ્વામીની અને બીજી ગૌતમ સ્વામીની છે. મહારાજજી કહે આ બંને પ્રતિમાજી રમણભાઈ અને તારાબહેન આવે ત્યારે એમને મારે ભેટ આપવી છે. ચંદ્રસેન મહારાજની વાત સાંભળી અમને ઘણો હર્ષ થયો. અમે મહારાજજી પાસે ગયાં. તે દિવસે ખાસ કંઈ ભીડ નહોતી મહારાજજી હવે ધીમે ધીમે પણ સ્પષ્ટ બોલી શકતા હતા. વાતચીત કરવામાં બહુ શ્રમ પડતો નહોતો. એ દિવસે અમારી સાથે એમણે નિરાંતે ધર્મની ઘણી વાતો કરી. અમને ખૂબ આનંદ થયો. તેઓ એ દિવસે બહુ જ પ્રસન્ન હતા. મહારાજસાહેબે બંને પ્રતિમા મંગાવી મંત્ર ભણીને તેના ઉપર વાસક્ષેપ નાખ્યો અને એ બે પ્રતિમાજી અમને આપી. અમારા જીવનનો આ એક અત્યંત પવિત્ર, મંગલમય, અવિસ્મરણીય પ્રસંગ હતો. પૂજ્ય આચાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org